સંખારી પગાર કેન્દ્ર શાળા દ્વારા બે દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું..

પાટણ તા.30
પાટણ તાલુકાના સંખારી પગાર કેન્દ્ર શાળા દ્વારા બે દિવસીય સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રવાસના સ્થળો તરીકે પ્રાકૃતિક, ઐતિહાસિક ,ધાર્મિક સ્થળોની મુલાકાત કરવામાં આવી હતી.

શાળા નાં બાળકોએ તુલશીશ્યામ ગરમ પાણીના જરા, દીવમાં દરિયા કિનારા ની મોજ,સોમનાથ મહાદેવનું મંદિર,જૂનાગઢ પર્વત, દામોદર કુંડ, અશોકનો શિલાલેખ, વિરપુર જલારામ બાપાનું મંદિર,રાજકોટ પ્રદ્યુમન પાર્ક અને ચોટીલાની મુલાકાત લઈ આનંદ વ્યક્ત કર્યો હતો.

પ્રવાસ દરમિયાન શાળાના આચાર્ય વિઠ્ઠલભાઈ પરમાર, દીપકભાઈ ડોડીયા,યોગેશ પરમાર, ઉમંગ સ્વામી, હરેશભાઈ નાયક, કૃપાબેન પટેલ, ધર્મિષ્ઠાબેને બાળકોને પ્રવાસ દરમિયાન માર્ગદર્શન આપીને બાળકોની સંપૂર્ણ સાર સંભાળ કાળજી રાખીને સુખરૂપ તમામ બાળકોએ પ્રવાસનો આનંદ અપાવ્યો હતો.