PM Kisan Samman Nidhi: પાટણ જીલ્લામાં પીએમ કિસાન સન્માન નિધિમાં KYC નહીં કરાવનાર ખેડૂતોને રૂ 2 હજારનો હપ્તો નહીં મળે

પાટણ જીલ્લામાં પીએમ કિસાન સન્માન નિધિમાં KYC નહીં કરાવનાર ખેડૂતોને રૂ 2 હજારનો હપ્તો નહીં મળે પાટણ જિલ્લામાં 23193 ખેડૂતોએ સ્થળાંતર કર્યું અને 5712 ના મૃત્યુ થયા 31 ડિસેમ્બર સુધીમાં કેવાયસી નહીં થાય તો 57000 ખેડૂતોને રૂ . 2000 પ્રમાણે જાન્યુઆરી માસના હપ્તાના કુલ રૂ . 11. 40 કરોડ સ્થગિત થશે 31 ડિસેમ્બર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં KYC ન કરાવનારા ખેડૂત લાભાર્થીઓને જાન્યુઆરી માસમાં અપાનાર રૂ . 2000 નો હપ્તો મળશે નહીં . પાટણ જિલ્લામાં હજુ 57000 ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં KYC કરાવ્યું નથી . એટલે હવે આ ખેડૂતો બે દિવસમાં KYC ન કરાવે તો 57000 ખેડૂતોના રૂ . 2000 પ્રમાણે જાન્યુઆરીના હપ્તાના કુલ રૂ . 11. 40 કરોડ સ્થગિત થશે . પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને દર ચાર મહિને રૂ . 2000 એટલે એક વર્ષમાં રૂ . 6000 સહાય આપવામાં આવે છે . પરંતુ આ યોજનાના સાચા લાભાર્થીની ખાતરી કરવા માટે તંત્ર દ્વારા ઇ કેવાયસી કરવાની ઝુંબેશ હાથ ધરી છે . જેમાં ગ્રામ સેવક વીસીઇ ટીએલઇ અને પોસ્ટ કર્મચારી દ્વારા દરેક ગામોમાં વારાફરતી કેમ્પ કરીને ઈ કેવાયસી કરાઈ રહી છે . જેમાં પાટણ જિલ્લામાં કુલ 2. 31 લાખ ખેડૂતોમાંથી 1. 34 લાખ ખેડૂતોએ અગાઉ કેવાયસી કરાવ્યું હતું . જ્યારે 79816 ખેડૂતો કેવાયસી કરવામાં બાકી હતા આ ખેડૂતોની કેવાયસી કરવા માટે હાલમાં ઝુંબેશ ચાલી રહી છે જેમાં 79816 માંથી 17 , 104 ખેડૂતોએ કેવાયસી કરાવ્યું છે . 23 , 193 ખેડૂતો સ્થળાંતર થયેલા છે . અને 5712 ખેડૂતોના મૃત્યુ થયા છે 33807 ખેડૂતોએ હજુ કેવાયસી કરાવ્યું નથી એટલે કુલ 57000 ખેડૂતોના કેવાયસી બાકી છે . આ ખેડૂતો 31 ડિસેમ્બર સુધીમાં કેવાયસી નહીં કરાવે તો જાન્યુઆરી માસમાં આપવામાં આવનારા રૂ . 2000 નો હપ્તો તેમને મળી શકશે નહીં . જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જે ખેડૂતોને કેવાયસી કરવાનું બાકી છે તેઓ તાત્કાલિક વીસીઇના માધ્યમથી કે પછી નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને કરાવી શકે છે 31 ડિસેમ્બર સુધીમાં જે ખેડૂતો ના કેવાયસી બાકી હશે તેમને જાન્યુઆરીમાં ફ્ 2 , 000 નો હપ્તો મળશે નહીં 23 , 000 થી વધુ ખેડૂતો મુંબઈ સુરત અમદાવાદ વડોદરા તેમજ વિદેશમાં પણ સ્થળાંતર થયેલા છે એટલે તેમના કેવાયસી બાકી છે . જોકે 31 ડિસેમ્બર બાદ પણ કેવાયસી કરાવવાની પ્રક્રિયા ચાલુ રહેશે