યુનિવર્સિટી એમબીબીએસ ગુણ કૌભાંડ ની ખાતાકીય તપાસના અહેવાલ માં ડો.જે.જે.વોરા કસુરવાર સાબિત થયા..

અહેવાલને કારોબારી દ્વારા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ને સુપ્રત કરી આ મામલે ત્વરિત નિર્ણય લેવા જણાવાશે : દિલીપ ચૌધરી..

પાટણ તા.30
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે શુક્રવારના રોજ કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એજન્ડા પરના કામો ઉપરાંત યુનિવર્સિટીના બહુચર્ચિત એમબીબીએસ ગુણકૌભાંડની તાપસ કરેલ એન એચ ખેર દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાતાકીય તપાસનો જે અહેવાલ પ્રાપ્ત થયો હતો તેને ખોલવાની સવૉનુમતે તજવીજ હાથ ધરવામાં આવી હતી.જેમા આ કૌભાંડ માં યુનિવર્સિટી નાં ડો જે જે વોરા ની ગંભીર પ્રકારની બેદરકારી હોવાનું ધ્યાને આવતા કારોબારી સમિતી દ્વારા આ અહેવાલ ને તપાસ ચલાવી રહેલ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ને સુપ્રત કરવાનું સવૉનુમતે નક્કી કરી આ મામલે ત્વરિત પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટ ભવન ખાતે વર્ષ 2022ની અંતિમ કારોબારી સમિતિની બેઠક કુલપતિ ડો.જે.જે.વોરાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી બેઠકનાં પ્રારંભે વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતૃશ્રી હીરાબા ના આત્માની શાંતિ માટે સભ્યો દ્વારા બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બેઠકમાં એજન્ડા પરના 25 જેટલા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. તો વર્ષ 2018 માં યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી વિભાગના એચઓડી અને હાલના કુલપતિ ડો.જે.જે.વોરા સહિત અન્ય દોષિતો દ્વારા આચરાયેલ એમબીબીએસ ગુણ કૌભાંડ મામલે અનેક તપાસો બાદ એચ એન ખૈર દ્વારા દોષિતો વિરુધ્ધ તૈયાર કરાયેલ અહેવાલનું બ્લ્યુ કવર યુનિવર્સિટી રજીસ્ટાર ડો.રોહિત દેસાઇ દ્વારા કારોબારી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું.

ગુણ કૌભાંડ મામલે એચ એન ખૈર દ્વારા તપાસ બાદ તૈયાર કરવામાં આવેલ અહેવાલ કારોબારી સમક્ષ ખોલતાં પૂર્વે આ કેસમાં કથીત સંડોવાયેલા ડો.જે જે વોરા ને કારોબારી અધ્યક્ષ પદે થી દુર કરી બેઠક માંથી અળગા કરાયાં બાદ કારોબારી સભ્યો દ્વારા સવૉનુમતે આ કારોબારી બેઠકનાં અધ્યક્ષ તરીકે કારોબારી સભ્ય દિલીપભાઈ ચૌધરી ની વરણી કરી તેમનાં અધ્યક્ષ સ્થાને અહેવાલ વંચાણે લેવામાં આવતાં એમબીબીએસ ગુણ કૌભાંડ માં ડો.જે જે વોરા ની ફરજ પ્રત્યે ની ગંભીર પ્રકારની બેદરકારી સાથે નિષ્ક્રિયતા હોવાનું જણાતા કારોબારી સભ્યો ની સવૅસંમતિ થી આ અહેવાલ તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ને સુપ્રત કરવાનું નક્કી કરી આ મામલે ત્વરિત નિર્ણય લેવા રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વધુમાં આ બેઠકમાં બનાસકાંઠાના ઓગડમાં લો કોલેજ શરુ કરવા મંજુરી આપવામાં આવી છે. તો યુનિવર્સિટીના એમબીએ વિભાગમાં સુવિધા ઉભી કરવા માટે રાજય સરકાર દ્વારા રૂા.1 કરોડ 56 લાખની ગ્રાંટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં નેટની ટીમ આવવાની હોવાને પગલે રીનોવેશન માટે 60 લાખ રુપિયા મંજુર કરવામાં આવ્યા છે.તો યુનિ માં ડીઝીટલ રાઈઝ ની કામગીરી માટે સરકારની એકજ એજન્સી ને કામ આપવા મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં કારોબારી સમિતિના શૈલેષ પટેલ,દિલીપ પટેલ,અનિલ નાયક, શ્રેયાંશ ભટ્ટ, અશોક શ્રોફ, સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહયા હતા.