
વિજેતા બનેલા ખેલાડીઓ પૈકીનાં આઠ ખેલાડીઓ નેશનલ ગેમ માટે પસંદગી પામ્યા…
પાટણ તા.૩૧
દિવ્યાંગ એવાં બધિર ખેલાડીઓમાં રહેલી ખેલક્ષમતા, પ્રતિભા અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શકે તે હેતુથી ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સીલ ઓફ ધ ડેફ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે યોજાયેલ ગુજરાત ડેફ સ્પોર્ટસ ચેમ્પિયનશિપમાં પાટણ ની શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળાના ખેલાડી
ઓએ 100,200,400, 800 મીટર દોડ તથા ઉંચી કૂદ, લાંબી કૂદ જેવી એથ્લેટિક સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઇને પ્રથમ નંબરે અગિયાર ખેલાડી, દ્વિતીય નંબરે ત્રણ અને તૃતિય નંબરે પણ ત્રણ ખેલાડીઓ વિજેતા બની પાટણ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

શાળાના આચાર્ય ઘેમરભાઇ દેસાઈ અને કોચ રાહુલ સલાટ દ્વારા બધિર ખેલાડીઓને સતત માર્ગદર્શનના પરિણામે શાળાના આઠ ખેલાડીઓ સચિન ઠાકોર,પ્રજાપતિ જીજ્ઞશ,પૂજા ઠાકોર,રોહિત ઠાકોર,રાજવીર રાજપૂત, કરીશ્મા વાઘરી,મારીયા ઘાંચી અને જયશ્રી વણકર નેશનલ ગેમ માં પસંદગી પામ્યા છે.

પસંદગી પામેલા ખેલાડીઓ આગામી 15 ફેબ્રુઆરી 2023 ઇન્દોર મધ્ય પ્રદેશ ખાતે શરૂ થતી નેશનલ ડેફ સ્પોર્ટસ ચેમ્પિયનશિપમાં રમવા જશે. બહેરા મૂંગા શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મુંબઇથી શાળાના ટ્રસ્ટી અલ્કેશભાઇ વ્યાસ, ભરત ભાઈ શાહ, અમિતભાઈ શાહ,મંત્રી દેવેન્દ્રભાઇ સાલવી, વહીવટદાર ઉષાબેન બૂચ,પૂર્વ આચાર્ય કુસુમબેન ચંદારાણા તેમજ શાળા પરિવારે વિજેતા ખેલાડીઓ સહિત નેશનલ ગેમમાં પસંદગી પામેલા ખેલાડીઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી ઘેમરભાઇ દેસાઈ અને તેમની સહયોગી ટીમને અભિનંદન આપીને સ્પર્ધાના સુંદર આયોજન માટે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સીલ ઓફ ધ ડેફના સેક્રેટરી વિરભદ્રસિંહ રાઠોડ અને કેતનભાઇ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.