હોટલ તેમજ હાઇવે ઉપર રોકાયેલ ગાડીઓમાંથી ડીઝલની ચોરી કરતી ગેંગનો સાગરીત મુદ્દામાલ સાથે ઝડપાયો..

પાટણ એલ.સી.બી.પોલીસને મળેલી સફળતા તપાસના ચક્રો ગતિમાન કર્યા..

પાટણ તા.૩૧
પાટણ જીલ્લામાં બનતાં ચોરીઓના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા સારૂ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીન નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડમાં ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન ટ્રક નં. GJ.08.AU.1839 માંથી શંકાસ્પદ ડીઝલના ભરેલ કેરબા સાથે એક ઇસમ મળી આવેલ તેમજ બે ઇસમો અંધારાનો લાભ લઇ ભાગી ગયેલ હતા.પકડાયેલ ઇસમના જણાવ્યા મુજબ સદરી ડીઝલ હોટલ તેમજ હાઇવે ઉપર રોકાયેલ ગાડીઓમાંથી ચોરી કરેલ હોવાનું જણાવતો હોઇ સદરી ડીઝલ ચોરી કર્યા અંગે કાયદેસરની કાર્યવાહી સારૂ તેને ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે સોંપતાં વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

હોટલ તેમજ હાઇવે ઉપર રોકાયેલ ગાડીઓ માંથી ડીઝલની ચોરી કરતી ગેંગના સાગરીત ને પાટણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ તેની પુછપરછ કરતાં તેને પોતાનું નામ મુસલમાન કુંભાર અયુમભાઇ સીદીકભાઇ ઉ.વ.૫૦ રહે.ગાંધીધામ, કાર્ગો ઝુપડપટ્ટી, યાદવ નગર પેટ્રોલ પંપની પાછળ તા ગાંધીધામ જી કચ્છ ભુજ હોવાનું જણાવતા પોલીસે ચોરી કરેલાં ડિઝલના જથ્થા સાથે નો મુદ્દામાલ પોલીસ હસ્તગત કરી તપાસ નાં ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.