ચાણસ્મા ગાયત્રી મંદિર ખાતે આંખો નો નિદાન અને મોતિયાના ઓપરેશનનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો…

પાટણ તા.૩૧
પાટણ જિલ્લાના ચાણસ્મા ના ગાયત્રી મંદિર ખાતે શનિવારના રોજ આંખોના મોતિયાના ઓપરેશન અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાણસ્મા ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ચાણસ્મા ની આજુબાજુના ગામોના લોકોને આંખોનું નિદાન અને મોતિયાના ઓપરેશનની સવલત મળી રહે તે હેતુસર બે મહિને કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. જે સંદર્ભે શનિવારના રોજ ગાયત્રી પરિવાર દ્વારા આંખોની તપાસ અને નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

જેમાં ૨૫૦ દર્દીઓએ આંખોનું નિદાન કરાવ્યું હતું. ૮૫ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત હોઇ રાજકોટ ખાતે પરમ પુજ્ય રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત આંખોની હોસ્પિટલ ખાતે દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે લક્ઝરી બસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. આ કેમ્પમાં નિત્યાનંદજી મહારાજ ધાણોધરડા વાળા ની ઉપસ્થિતિમાં દિપપ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મુક્વામા આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી પરિવારના સેવકોએ જહેમત ઉઠાવી હતી.