પાટણ ખાતે જૈન સંગઠનો અને સમુદાયો દ્વારા ગિરિરાજ ની પવિત્રતા અને સુરક્ષા માટે વિશાળ રેલી યોજી..

રેલીમાં ગિરીરાજ સબસે ન્યારા હૈ વો હમકો પ્રાણ સે પ્યારા હૈ નાં નારા ગુજયા…

કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી સરકાર સુધી રજૂઆત પહોંચાડવા અપીલ કરવામાં આવી..

પાટણ તા.૩૧
પ્રસિધ્ધ જૈન તીર્થ પાલિતાણાના શ્રી શત્રુંજય ગિરિરાજની પવિત્રતા તથા સુરક્ષાના મુદ્દાઓને લઈને તથા કેટલાંક અસામાજીક તત્વો દ્વારા ઉપસ્થિત કરવામાં આવતી પરિસ્થિતિના કાયમી નિવારણ માટે ની રજૂઆત સાથે શનિવારના રોજ શહેરના બગવાડા દરવાજા ખાતે થી પાટણ શહેર વિવિધ જૈન સંગઠનો,સમુદાયો દ્વારા વિશાળ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

પાટણ શહેર નાં જૈન સંગઠનો અને સમુદાયો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું પાલિતાણાનુ પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજ અમારા સમસ્ત જૈનો માટે સૌથી મહત્વનું તીર્થ છે તેમજ સૌથી વધુ આસ્થાનું કેન્દ્ર છે. ગિરિરાજને લઈને છેલ્લા ધણા સમયથી ઘણી બધી તકલીફો જૈનો તથા સ્થાનિક આસ્થાળુ વર્ગને થતી રહી છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે આ તીર્થનું મહત્વ ઘણું છે અને મહિમા ઘણો છે. આવો મહાતીર્થ સમા શેત્રુંજય તીર્થ ને છેલ્લા કેટલાંક સમયથી અસામાજિક તત્વો દ્વારા તીર્થની ગરીમાને અને સ્થાવર જંગમ મિલકતને નુક્સાન પહોંચે તેવી પ્રવૃત્તિઓ થાય છે.

તીર્થવાસી સાધુ મહાત્માઓ અને ભક્તોને પરેશાની પહોંચાડવાનું કાર્ય પણ થઈ રહ્યું છે. તે નીંદનીય અને શાનિકર્તા પ્રવૃત્તિથી અમો વિશ્વભરના તમામ જૈન સમાજના ભકતોની શ્રદ્ધાને હાનિ પહોંચે છે, આ મહાતીર્થ શત્રુંજય દેરાસર, પર્વત તથા ભક્તજન યાત્રિકોની સંપૂર્ણ સુરક્ષા અને સલામતી જળવવા સરકાર તરફથી કાયમી અને પરિણામરૂપ પગલાં લેવાય તથા દુષ્પ્રવૃત્તિ બંધ થાય તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

શેત્રુંજય તીર્થ ની સુરક્ષા અને અસામાજિક તત્વો ની અસામાજિક પ્રવૃત્તિ નાં વિરૂદ્ધ માં પાટણ શહેર નાં બગવાડા દરવાજા થી કલેકટર કચેરી સુધી આયોજિત રેલીમાં પાટણ જૈન સમાજના વિવિધ સંગઠનો અને સમુદાયો સાથે જૈન મહારાજ સાહેબો પણ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.