
અમદાવાદ નાં આગેવાનો ની ઉપસ્થિતિમાં પાટણના શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજની મિટિંગ યોજાઇ..
કાર્યક્રમના કન્વિનર તરીકે જગદીશ મંદિર નાં મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ ની વરણી કરવામાં આવી..
પાટણ તા.૩૧
અમદાવાદ ખાતે તા.૮ જાન્યુઆરી નાં રોજ યોજાનાર બ્રહ્મચોર્યાશી ના આયોજન ને સફળ બનાવવા બ્રહ્મ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે આ આયોજનમાં પાટણના બ્રહ્મ સમાજના લોકો પણ સહભાગી બનવા તત્પર બન્યા છે ત્યારે શનિવારના રોજ આ કાર્યક્રમને અનુલક્ષીને અમદાવાદ થી આમંત્રણ આપવા પધારેલા મૂળ સંખારી ગામના વતની મુકેશભાઈ પંડ્યા,રિતેશભાઈ અને તેમની ટીમ ની ખાસ ઉપસ્થિત માં પાટણના જગન્નાથ મંદિર પરિસર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના લોકો ની મીટીંગ યોજવામાં આવી હતી.
પાટણના ભૂદેવો ને આમંત્રણ પાઠવવા તેમજ કાર્યક્રમ ની વિસ્તૃત જાણકારી આપવા માટે પધારેલા મુકેશભાઈ પંડ્યા નું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ સમગ્ર બ્રહ્મ સમાજના આગેવાનો એ સ્વાગત કરી ભગવાન જગન્નાથ ની પૂજા કરાવી હતી , આ પ્રસંગે વિજય હનુમાન આશ્રમના સન્યાસી પુ.શ્રી રાજેન્દ્રા ગિરિ બાપુ એ પણ હાજરી આપી હતી.

જગન્નાથ મંદિર હોલમાં યોજાયેલી સમસ્ત બ્રહ્મ સમાજના જુદા જુદા સંગઠન ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા , મિટિંગ ની શરૂઆત પહેલાં આવેલા મહેમાનો નું ફૂલ હારથી તેમજ ભગવાન જગન્નાથ ની ફોટો પ્રતિમા અર્પણ કરી સન્માન કર્યું હતું ,
આ પ્રસંગે સન્યાસી રાજેન્દ્રા ગિરિ બાપુ, મુકેશભાઈ પંડ્યા ,ગીરીશભાઈ દવે, વિનોદભાઈ જોષી,જગનાથ ભાઈ ,અરવિંદભાઈ રાવલ તેમજ પાટણવાડા બ્રહ્મ સમાજના પ્રમુખ સુરેશભાઈ ઉપરાંત જુદા જુદા બ્રહ્મ સમાજના આગેવાનો નું સ્વાગત અને સન્માન બાદ પિયુષભાઈ આચાર્ય એ પ્રસંગોચિત શાબ્દિક સ્વાગત કરી બ્રહ્મ ચોર્યાશી ના કાર્યક્રમની ટૂંકી માહિતી આપી પાટણ શહેર માંથી વધુમાં વધુ બ્રાહ્મણો હાજરી આપે તેવી વિનંતી કરી હતી.
આ પ્રસંગે અમદાવાદ થી પધારેલા મુકેશભાઈ પંડ્યા ( મુખ્ય યજમાન) ,દિલીપ ભાઈ દવે , તેમજ રીતેશ ભાઈએ સમગ્ર કાર્યક્રમના આયોજનની વિસ્તૃત માહિતી આવી વધુ માં વધુ ભૂદેવો પીતાંબર પહેરીને હાજરી આપે તેવી વિનંતી કરી હતી , આ કાર્યક્રમનો હેતુ ફક્ત ને ફક્ત બ્રહ્મ એકતા હોવાની વાત પણ કરી હતી .
આ કાર્યક્રમ ને સફળ બનાવવા અને વધુ સંખ્યા અમદાવાદ લઈ જવા માટે પાટણ ના કનવિનર તરીકે પિયુષભાઈ આચાર્યનું નામ ઘોષિત કરી ને તેઓને તેમજ અમરતભાઈ મહેતા, હર્ષદ
ભાઈ રાવલ વિગેરેને કામ સોંપ્યું હતું .