પાટણ નગરપાલિકામાં વ્યવસાય અને ગુમાસ્તા અધિકારી તરીકે ફરજ બજાવનાર મુકેશભાઈ પટેલ નો વય નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો..

ફરજ દરમિયાન પાલિકા નાં અધીકારીઓ, સતાધીશો અને કમૅચારીઓ સહિત વેપારીઓ ના મળેલ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા.૩૧
પાટણ નગરપાલિકાની અનેક શાખાઓ માં વર્ષો સુધી પ્રસંસનિય અને વફાદારી પૂર્વક ફરજ અદા કરી છેલ્લા કેટલાક વર્ષોથી પાટણ નગરપાલિકા નાં ગુમાસ્તા ધારા અધીકારી તરીકે ની ફરજ બજાવી વયમર્યાદા ને લઈને નિવૃત થઈ રહેલ મુકેશભાઈ પટેલ નો વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ શનિવારના રોજ પાલિકાના સભાખંડમાં પાટણ નગરપાલિકા નાં અધિકારીઓ, સતાધીશો અને કોર્પોરેટરો ની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ નગરપાલિકા અધીકારીઓ સહિત સતાધીશો અને નગર સેવકો દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરી વય મર્યાદા ને લઈને નિવૃત થતા અને નગરપાલિકાની વિવિધ શાખાઓમાં પ્રસંસનિય ફરજ બજાવી નિવૃત્તિ સમયે ગુમાસ્તા ધારા અધીકારી તરીકે ની સુદર અને ઈમાનદારી સાથે ફરજ બજાવનાર મુકેશભાઈ પટેલ ની કાયૅ પધ્ધતિ ને સૌએ સરાહનીય લેખાવી નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી બની રહે તેવી અભિલાષા વ્યક્ત કરી વિવિધ ભેટ સોગાદ અપૅણ કરી નિવૃત્ત જીવન ની શુભકામના પાઠવી હતી.

વય મર્યાદા ને લઈને નિવૃત્ત થતા મુકેશભાઈ પટેલે પોતાના ફરજ સમયગાળામાં તેઓને મળેલ પાટણ નગરપાલિકા નાં અધીકારીઓ, સતાધીશો, કમૅચારીઓ પૂર્વ અધીકારીઓ સાથે પાટણના વેપારીઓ નો સહ હ્દય આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણ નગરપાલિકા ખાતે આયોજિત આ વય નિવૃત વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ માં પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, પૂર્વ ચિફ ઓફિસર નવનીતભાઈ પટેલ,અશ્વીનભાઈ નાયક સહિત મોટી સંખ્યામાં નગર સેવકો, પાટણના વેપારીઓ, પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કાયૅક્રમની આભાર વિધિ કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા કરવામાં આવી હતી.