યુનિવર્સિટીના MBBS કૌભાંડમાં સંડોવાયેલા દોષિતો ને બહાર લાવી તેઓની સામે પોલીસ ફરિયાદ નોંધો: MLA ડૉ. કિરીટ પટેલ

સીઆઇડી ની તટસ્થ તપાસમાં દુધ નું દુધ અને પાણી નું પાણી બહાર આવશે : કુલપતિ

પાટણ તા.૩૧
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS ગુણ કૌભાંડમાં શુક્રવારે ખાતાકીય તપાસ કારોબારી કમિટીમાં રજૂ થયા બાદ તેમાં યુનિવર્સિટી નાં કુલપતિને નિર્દોષ જાહેર કરી ફકત તેઓની ફરજ પ્રત્યે ની બેદરકારી દર્શાવી શો કોઝ નોટિસ અપાઈ છે. ત્યારે રિપોર્ટ રજૂ કરી નિવૃત્તિ સમયે યુનિવર્સિટી નાં કુલપતિને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે સત્ય બહાર લાવવા માટે પોલીસ ફરિયાદ થવી જોઈએ તેવી પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ યુનિવર્સિટી નાં કુલપતિ દ્વારા પોતે નિર્દોષ હોવાનું રટણ કરી cid ની તપાસમાં દુધ નું દુધ અને પાણી નુ પાણી બહાર આવશે તેવું જણાવ્યું હતું.

યુનિવર્સિટી ગુણ કૌભાંડ મામલે પાટણ નાં ધારાસભ્ય ડો કિરીટ પટેલે જણાવ્યું હતું કે સત્ય બહાર લાવવા પોલીસ ફરિયાદ થવી જોઈએ તેઓએ તપાસ મામલે પણ અનેક સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે કૌભાંડ થયું છે. તે સાબિત થયું છે.કુલપતિ નિવૃત્ત થઈ રહ્યા હોય તેમને બચાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. વિદ્યાર્થીઓના હિત માટે સરકારે આ બાબતે નિષ્પક્ષ રહી તાત્કાલિક કુલપતિને રાજીનામું મુકાવી પોલીસ ફરિયાદ નોંધાવી દોષિતો બહાર લાવવા જોઈએ નહીં તો ગેરરીતી આચરનાર કર્મચારીઓને છૂટો દોર મળશે.તો યુનિવર્સિટી નાં કુલપતિ એ પોતે નિર્દોશ હતો તે તપાસ માં સાબિત થયુ હોવાનું જણાવી કહ્યું હતું કે હું પહેલાથી જ કહું છું કે ગુણ કૌભાંડમાં ગરબડ થઈ છે.પરંતુ તેમાં મારી કોઈ ભૂમિકા નથી. ખાતાકીય તપાસ રિપોર્ટમાં મને નિર્દોષ બતાવવામાં આવ્યો છે. જેનો આનંદ છે.આ કામગિરી દરમ્યાન મારી પાસે એકથી વધુ જવાબદારીઓ હોય એસેસમેન્ટની કામગીરી હોય કામના ભારણ માં પૂરતું ધ્યાન રહી શકે નહીં તેવું સ્વીકારી cid ની તપાસ ચાલુ છે જેમાં સાચા દોષિત બહાર આવશે તેવું જણાવ્યું હતું.