ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણ દ્વારા ગોપાલક વિધાલય ખાતે સન્માન સમારોહ-2023 યોજાયો..

પાટણ તા.૨
પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ અને સામાજિક સંગઠનો કાર્યરત છે.આ તમામ સંગઠનો પોતાના ઉમદા સેવાકીય કાર્ય થકી આગવી ઓળખ ઉભી કરી છે.ત્યારે શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ સંચાલિત ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણ કે જે સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક કાર્યમાં અગ્રેસર રહી છે. ત્યારે રવિવારે ગોપાલક હાઇસ્કુલ પાટણ ખાતે સન્માન સમારોહ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ માં સરકારી નોકરીઓમાં નવી નિમણૂક પામેલા સમાજના તેજસ્વી તારલાઓનું મોમેન્ટો આપી સન્માન સમાજ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પીરાણા ધામના પ્રભાત કાકા, માનસરોવરના દાસબાપુ,સંતરામગીરીબાપુ ચવેલીધામ થી બળદેવદાસ બાપુ, પદ્મશ્રી માલજીભાઇ દેસાઈ,માલધારી સમાજના ભામાશા બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતમાં ક્લાસ વન, કલાસ ટુ અને અન્ય સરકારી નોકરીમાં નવીન નિમણૂક પામેલા સમાજના ભાઈઓ-બહેનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણ દ્વારા અવાર નવાર વિવિધ સેવાકાર્યો કરવામાં આવે છે જેમાં ખાસ કરીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ વર્ગ, મેડિકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને લગતા કાર્યો, રમત ગમત ક્ષેત્ર આયોજન, સરકારની વિવિધ યોજનાઓ માટે જાગૃતિ કાર્યક્રમ, રાષ્ટ્રીય કાર્યક્રમો,સામાજિક રીતરિવાજ સુધારણા પરિષદનું સફળ આયોજન,લોકસેવા અને રાષ્ટ્ર સેવા, સહિત અનેકવિધ કાર્યોમાં અગ્રેસર રહી ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણ અને તેમની ટીમ દ્વારા કોરોના વાયરસની મહામારીમાં પણ ટિફિનની સરાહનીય સેવા આપી હતી.

આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય વિશાલભાઈ દેસાઈ,વિક્રમભાઈ ભુવાજી શંભુભાઈ દેસાઈ,સિદ્ધપુર એપીએમસી ના પૂર્વ ચેરમેન અમરતભાઈ દેસાઈ, જીવરાજભાઈ દેસાઈ,નાયબ ખેતી નિયામક શૈલેષભાઈ પટેલ,પારસભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સમાજના વડીલો, આગેવાનો,ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.