શ્રી પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાટણનો 36 મોં સ્નેહ મિલન સમારોહ યોજાયો..

સમાજના તેજસ્વી તારલાઓ,દેહદાન કરનાર સ્વજન નાં પરિવારજનો નું સન્માન સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

પાટણ તા.૨
પાટણ ના બાલાજી પાર્ટી પ્લોટ ખાતે શ્રી પાંચ ગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ પાટણનો 36 મો સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં સમાજ દર્પણ ની સાતમી આવૃત્તિનું વિમોચન,બાળકોની રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન તેમજ બાળકો એ ગત વર્ષે મેળવેલ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સિદ્ધી ને પ્રોત્સાહિત કરવા સમાજના દાતાઓ દ્વારા મેડલ અને ઇનામો આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ અને સમાજના સ્નેહમિલન કાર્યક્રમના ભોજન દાતા શાંતાબહેન રામચંદભાઈ પટેલ ભૂતપૂર્વ શિક્ષિકા,
સમાજના વિશિષ્ટ મહાનુભાવો બિપીનભાઈ પટેલ ( કાકા) ભૂતપૂર્વ ડાયરેક્ટર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ,પ્રિતેશભાઇ ભાઈ પટેલ,APMC ચેરમેન અને સામજિક હીત ચિંતકને કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે પસંદગી કરી મંડળ થકી કરવામાં આવતી પ્રવૃત્તિઓને તેમની સમક્ષ ઉજાગર કરવામાં આવી હતી.

મંડળના પ્રમુખ ડો.ભારતી બહેન પટેલ તરફથી આવકાર પ્રવચનમાં સમાજને પોતાના બાળકોના ઉત્કર્ષ માટે સતત મહેનત કરતી માતાઓને બિરદાવવામાં આવી હતી. સામાજિક એકતા અને સામાજિક ઉત્કર્ષ માટે મંડળના આગામી આયોજનની રજૂઆત કરી. આગામી ચાર વર્ષમાં મંડળનું પોતાનું એક પરિસર બને તે માટે આર્થિક સહયોગ મેળવવા હાકલ કરવામાં આવી અને કાર્યક્રમ દરમિયાન જ દાતાઓ દ્વારા આર્થિક સહયોગ માટેની જાહેરાત કરવામાં આવી અને ભવિષ્યમાં નિર્માણ થનાર મંડળના પરિસર માટે શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. સમાજના મંડળ નું પોતીકું ભવન બનાવવા માટે ની હાકલને પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના સભાસદો એ ટેકો જાહેર કર્યો હતો.

આ પ્રસંગે બિપીનભાઈ અને પ્રીતેશભાઈ એ પોતે ભલે પાટણ થી દુર વસતા હોય છતાં સમાજ ઉત્થાનની દરેક પ્રવૃત્તિમાં સાથે જ છે તેમ જણાવી કોઈ પણ સમયે મદદરૂપ બનવા તેમને યાદ કરવા જણાવી સામાજિક ઐક્યની ભાવનાના દર્શન કરાવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ અને ડો.અરવિંદભાઈ કે.પટેલના સહયોગ થી તેમના નાના ભાઈ સ્વ. અશ્વિનભાઇ ની પુણ્ય તિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું જેમા 36 બોટલ રક્ત એકત્રિત કરી રક્તદાન મહાદાનની સેવાકીય પ્રવૃત્તિ મંડળ થકી કરી શકાઇ. સમાજના જ દેહદાન દાતા સ્વ. નારણભાઈ કાનજીભાઈ ABP asmita ના મુખ્ય પ્રવકતા રોંનકભાઈના પિતા તેમજ સ્વ. પુનમચંભાઈ રામચંદ્ર ભાઈ પટેલ ના ઉત્તમ દાનને Dr. Nupur અને ડો.તેજસ પટેલ દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ મંડળના મંત્રી ડો. રંજનબહેન દ્વારા કરવામાં આવી હતી .