પાલીકા દ્વારા રખડતા ઢોરોના રખરખાવ માટે પાંચકુવા વાળી જગ્યા પર સુવિધા ઉપલબ્ધ બનાવવા સરકારમાં ગ્રાન્ટ માટે દરખાસ્ત કરાશે..

રખડતા ઢોરો ની સમસ્યાનો અંત લાવવા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે વિચાર વિમર્શ કરાયો..

પાટણ તા.2
પાટણના નગરજનો માટે માથાના દુઃખાવા રૂપ બનેલા રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા પાલિકા દ્વારા કામગીરી તે જ બનાવવામાં આવી હોય જેના પગલે હાલમાં પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લા માં ધાસચારાનુ વેચાણ કરતાં શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો શહેર માંથી રખડતા ઢોરો ને પકડવાની ઝુંબેશ પણ ટુંક સમયમાં હાથ ધરાનાર હોવાનું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ વચ્ચે યોજાયેલ બેઠકમાં વિચાર વિમર્શ દરમિયાન જણાવ્યું હતું.

પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ઢોર ડબ્બાની ઝુંબેશ દરમિયાન પકડાયેલાં રખડતા ઢોરો નાં રખરખાવ માટે પાલિકા હસ્તકની સિધ્ધપુર હાઈવે ઉપર આવેલ પાચકુવા પાસેની 25 થી 30 વીધા જેટલી જમીનમાં સેડ, ધાસ ચારા ની વ્યવસ્થા, પાણી ની વ્યવસ્થા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ બની રહે તેવાં ઉદેશથી પાલિકા દ્વારા ટુંક જ સમયમાં સરકાર માં દરખાસ્ત કરી ગ્રાન્ટ ની માંગણી કરવા માટે ની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યું હતું.

પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ નિવારણ પાલિકા કટીબદ્ધ બની છે ત્યારે સાચાં અથૅ માં શહેરમાંથી રખડતાં ઢોરો ની સમસ્યા નિવારવા પાલિકા તંત્ર એ કમર કસી હોવાનું પણ પાલિકા નાં સુત્રોએ જણાવ્યું હતું.