શ્રી પદ્મનાભ મુક્તિ ધામ કમીટીના સેવાભાવી યુવાનો દ્વારા મુક્તિ ધામ ની સફાઈ હાથ ધરી સ્વચ્છ બનાવાયું..

સેવાભાવી યુવાનો એ અપના હાથ જગન્નાથ ના મંત્ર ને ચરિતાર્થ કરવા હાથ ધરેલી સફાઈ કામગીરી સરાહનીય બની..

પાટણ તા.3
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર નાં પાછળના ભાગે આવેલ શ્રી પદ્મનાભ મુક્તિ ધામ ની સફાઈ અભિયાન કામગીરી શ્રી પદ્મનાભ મુક્તિ ધામ કમીટીના સેવાભાવી યુવાનો દ્વારા હાથ ધરવામાં આવી હતી.

શ્રી પદ્મનાભ મુક્તિ ધામ કમિટી નાં સેવાભાવી સભ્યોએ આપના હાથ જગન્નાથ ના મંત્ર ને ચરિતાર્થ કરવા જાત મહેનત થી શરૂ કરવામાં આવેલ મુક્તિ ધામ સફાઈ અભિયાન ને પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ સહિત શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓએ સરાહનીય લેખાવ્યુ હતું.

સેવાભાવી યુવાનો દ્વારા મુક્તિ ધામ પરિસરમાં ઉગી નિકળેલા ધાસ સહિતના ઝાડી ઝાંખરા દુર કરી મુક્તિ ધામ ને સાચા અર્થમાં મુક્તિ ધામ બનાવવાનો યશ પ્રાપ્ત કર્યો હતો.