પાટણના તિરૂપતિ માર્કેટની ગોળાઈમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફડા તફડી મચી..

આગના કારણે ગોડાઉનમાં રખાયેલ કાપડનો જથ્થો બળીને રાખ થતા વેપારીને મોટું નુકશાન..

પાલિકાના ફાયર ફાયટર જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લેતા વેપારીઓએ હાસકારો અનુભવ્યો..

પાટણ તા.૪
પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આવેલ તિરુપતિ માર્કેટના અંદરના ગોળાઈના ભાગે ગ્રાઉન્ડ ફલોર પર આવેલા કાપડના ગોડાઉનમાં બુધવાર મોડી સાંજે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉડતા તિરુપતિ માર્કેટના વેપારીઓમાં અફરા તફરી મચી જવા પામી હતી તો બનાવની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગના કર્મચારીઓ એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી મહા મુસીબતે કાપડના ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લેતા તિરૂપતિના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

તિરુપતિ માર્કેટના ગોળાઈના ભાગે આવેલ ગ્રાઉન્ડ ફ્લોરમાં કાપડના ગોડાઉનમાં લાગેલી આગને ગોડાઉનમાં રાખવામાં આવેલ કાપડનો મોટો જથ્થો બળીને રાખ થતાં વેપારીને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.