સિદ્ધપુર માર્કેટ યાર્ડ ખાતે કોંગ્રેસ ની કારોબારી બેઠક અને ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો.

પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની અધ્યક્ષતા માં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ નાં આગેવાનો,કાયૅકરો હાજર રહ્યા.

પાટણ તા.૫
પાટણ વિધાનસભા ની ચાર બેઠક પૈકી ની સિધ્ધપુર વિધાનસભા બેઠક પર થી કોંગ્રેસ પાર્ટી નાં મેન્ડેડ પરથી ચૂંટણી લડેલા અને પોતાના પ્રતિસ્પર્ધીથી સામાન્ય વોટથી હારેલા સિધ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની આગેવાની હેઠળ ઋણ સ્વીકાર કાર્યક્રમ તેમજ કાર્યકર્તા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વિધાનસભાની ચૂંટણીમાં તન મન અને ધનથી સંયોગી બનેલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તેમજ સિદ્ધપુર મતવિસ્તારના મતદારોનો આભાર વ્યક્ત કરી આગામી દિવસોમા ભારત જોડો યાત્રા ના સમર્થન માં તાલુકા કક્ષાએ ભારત જોડો યાત્રા તૈયારી ના ભાગરૂપે ની માહિતી આપી હતી.

આ પ્રસંગે પાટણ જીલ્લા લોકસભા બેઠક ના ઇન્ચાર્જ મુકેશભાઈ દેસાઈ, જીલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા અશ્વિનભાઈ પટેલ, પાટણ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અભેસિંહ ઠાકોર, સિદ્ધપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, સિદ્ધપુર તાલુકા પ્રમુખ હમીદભાઈ મોકનોજીયા, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર, તાલુકા મહામંત્રી જયદીપસિંહ ઠાકોર, જીપીસીસી એસ.સી. ડીપાર્ટમેન્ટ ના સદસ્ય દીપકભાઈ બારોટ, બિપીનભાઇ દવે સહિત કોંગ્રેસના આગેવાનો,કાર્યકરો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત ના સદસ્યો સાથે સિધ્ધપુર વિધાનસભા મત વિસ્તારના સુજ્ઞ મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.