પાટણની શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરી દ્વારા જરૂરિયાત મંદોને ધાબળા નું વિતરણ કરાયું..

પાટણ,તા.૦૫
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા પાટણના નગરજનો માટે શૈક્ષણિક, રોજગારલક્ષી, આરોગ્યલક્ષી તેમજ સમાજ ઉપયોગી સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. અત્યારે સમગ્ર ભારતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે છે ત્યારે ઠંડીથી રક્ષણ મેળવવા માટે પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા ૫૫ જેટલા મજુરો જે પંચમહાલ જિલ્લાનાં ગરીબ વિસ્તારોમાંથી આવ્યા છે તેઓને દાતા પરિવાર નાં શારદાબેન શાંતિલાલ ઓઝા તથા શ્રીમતી રીમાબેન મુકેશભાઇ ઓઝા તરફથી ગરમ ધાબળાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીમંત ફતેસિંહ રાવ લાઈબ્રેરી ની પ્રેરણાથી દાતા પરિવાર દ્વારા ખુલ્લામાં બનાવેલ ઝૂંપડામાં રહેતા જરૂરિયાતમંદ પરિવારના સભ્યો ને રૂબરૂ જઇ ધાબળા ઓની ભેટ આપવામાં આવતાં પરિવારજનોએ દાતા પરિવાર સહિત લાઈબ્રેરી પરિવારજનો નો આભાર વ્યક્ત કર્યો હતો.
ધાબળા વિતરણ ની આ સેવા પ્રવૃતિ માં દાતા પરિવાર નાં મુકેશભાઇ ઓઝા જય લેબોરેટરીવાળા, રીમાબેન ઓઝા, નીરુબેન પ્રજાપતિ, લાયબ્રેરીના પ્રમુખ ડો.શૈલેષ બી. સોમપુરા,મંત્રી મહાસુખભાઇ મોદી, ખજાનચી રાજેશભાઇ પરીખ, સુનીલભાઇ પાગેદાર, સુરેશભાઈ દેશમુખ, કેશવલાલ ઠક્કર, અશ્વિનભાઇ નાયક, હસુભાઈ સોની, રાજેશભાઈ રાવલ, વાસુભાઈ ઠકકર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.