પાટણ આનંદ સરોવર નજીક ભરાતાં ગરમ વસ્ત્રો નાં બજાર માં ખરીદી કરવા આવેલ મહિલા નાં પસૅ ને ચેકો મારી રોકડ સેરવી લીધી..

ગરમ વસ્ત્રો નું વેચાણ કરનારા વેપારીઓ દ્વારા સીસીટીવી કેમેરા ની સુવિધા ઉપલબ્ધ બનાવવા લોક માંગ ઉઠી..

પાટણ તા.૫
પાટણ શહેરના આનંદ સરોવર નજીક નગરપાલિકાની જગ્યામાં હંગામી ધોરણે શિયાળાની ઋતુમાં ગરમ કાપડનું બજાર ઊભું કરવામાં આવ્યું છે જે ગરમ કાપડના બજારમાં દિવસ દરમિયાન હજારો લોકો ગરમ વસ્ત્રોની ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યારે ભીડનો લાભ લઈને કેટલાક હાથનો કસબ અજમાવનારાઓ પણ અવારનવાર પોતાનો કસબ અજમાવી ખરીદી અર્થે આવતા લોકોના ખિસ્સા હળવા કરતા હોવાના બનાવો પ્રકાશ મા આવી રહ્યા છે

ત્યારે આવો જ એક કિસ્સો ગુરુવારના રોજ સંખારી ગામની એક મહિલા આ ગરમ વસ્ત્ર બજારમાં ગરમ વસ્ત્રોની ખરીદી કરવા માટે આવી હતી ત્યારે ખરીદીના બહાને આવેલા ખિસ્સા કાતરુઓએ સિપતપૂર્વક રીતે મહિલાના પર્સને બ્લેડ વડે ચેકો મારીને પર્સમાં રહેલી રોકડ રકમ ₹ 2100 ની સેરવી પલાયન થઈ ગયા હતા જ્યારે આ બાબતે નું ધ્યાન ગરમ વસ્ત્રો ની ખરીદી કરી પૈસા ચુકવવા મહિલા એ પોતાના પસૅ ને ખોલતાં ધ્યાનમાં આવતાં મહિલા વિમાસણમાં મુકાઇ ગઈ હતી અને આજુબાજુના લોકોને આ બાબતે અવગત કર્યા હતા.
પાટણ શહેરના આનંદ સરોવર નજીક ભરાતા ગરમ કપડાં બજારોનાં વેપારીઓ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો આવી ધટનાઓ બનતા અટકે તેમ હોવાનું લોકો ઈચ્છી રહ્યા છે..