પાટણની વિવિધ આંગણવાડી નાં બાળકો ને ગરમ સ્વેટરોનુ કેનેરા બેંક દ્વારા વિતરણ કરાયું..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના મહાનુભાવો સેવાકાર્ય માં ઉપસ્થિત રહ્યા..

પાટણ તા.૫
છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી માં અસહ્ય વધારો થઈ રહ્યો છે ત્યારે જરૂરતમંદ પરિવારજનો ને શહેરની વિવિધ સેવાકીય સામાજિક સંસ્થાઓ સાથે દાતા પરિવાર દ્વારા ગરમ વસ્ત્રો,ધાબળા સહિત ની ચિજ વસ્તુઓનું નિસ્વાર્થ ભાવે વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે પાટણ શહેર માં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા રોટરી કલબ ઓફ પાટણ અને રોટરી કલબ ઓફ પાટણ સીટી ની પ્રેરણાથી કેનરા બેંક દ્વારા શહેરની વિવિધ આંગણવાડી નાં બાળકો ને ગરમ સ્વેટર વિતરણ કરવાનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ ની ખાસ ઉપસ્થિત વચ્ચે શહેરના ફાટીપાળ દરવાજા નજીકના ગાડૅન માં આયોજિત કરવામાં આવ્યો હતો.

કેનરા બેંક દ્વારા આયોજિત આ સેવાકાર્ય થી આંગણવાડીના બાળકો સહિત તેમનાં પરિવારજનો નાં ચહેરાઓ પર ખુશી ની લહેર જોવા મળી હતી. આ સેવાકાર્ય ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા પંચાયત મહિલા બાળ વિભાગ નાં ચેરમેન શ્રીમતી સેજલબેન દિલીપભાઈ દેસાઈ,શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પૂર્વ પાલિકા પ્રમુખ હેમંત તન્ના, જીતુભાઈ પટેલ,ધનરાજભાઈ ઠક્કર, કેનેરા બેંક નાં મેનેજર અતુલ
સિહ, બન્ને સેવાભાવી સંસ્થા નાં પ્રમુખ મુકેશભાઇ દેસાઇ, જયરામભાઈ પટેલ સહિતના સભ્યો અને કેનેરા બેંક નાં સ્ટાફ પરિવાર સાથે પાટણના પ્રબુધ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.