પાટણ જિલ્લા પંચાયત વર્ગ 3 કર્મચારી મંડળના પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરાઈ

પાટણ જિલ્લા પંચાયત વર્ગ 3 કર્મચારી મંડળના પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરાઈ પાટણ જિલ્લા પંચાયત વર્ગ 3 કર્મચારી મંડળની ગઈ કાલે બેઠક મળી હતી . જેમાં નવીન પ્રમુખશ્રી તરીકે પ્રકાશભાઈ પ્રજાપતિને સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી .

મંડળના ઉપપ્રમુખ તરીકે જયવદન પટેલ , મંત્રી તરીકે હર્ષદભાઈ સોલંકી અને ખજાનચી તરીકે ગોપાલભાઈ દેસાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી . આ બેઠકમાં જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓને ઉપરાંત તાલુકા પંચાયતના કર્મચારીઓએ હાજરી આપી હતી .

જિલ્લા પંચાયતના વર્ગ 3 ના કર્મચારીઓના હિતોની રક્ષા માટે બનાવેલ આ મંડળ આગામી સમયમાં સારી કામગીરી કરશે તેવો તમામ કર્મચારીઓએ સુર વ્યક્ત કર્યો હતો . મંડળના પ્રમુખે તમામ કર્મચારીઓનો આભાર માનતા ક્રમચરીઓના હિતો માટે અગ્રેસર રહી કામગીરી કરશે તેવો તમામ કર્મચારીઓને વિશ્વાસ અપાવ્યો હતો મંડળના મંત્રીશ્રી સહિત તમામ હોદેદારોએ કર્મચારીઓના પ્રશ્નો માટે એક જૂટ રહેશે અને એક કુટુંબીક ભાવના સાથે સૌને સાથે જોડી અસરકારક અને નિષ્પક્ષ કામગીરી કરશે તેવા આહવાન સાથે મિટિંગની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી