સંત સાથે સમાજ સેવાનું ભગીરથ કાર્ય કરી પ પુ.દોલતરામ બાપુએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે : મુખ્યમંત્રી…

જીવદયા ની સાથે વડિલ વંદનાની ભાવના ખરેખર સરાહનીય બની છે : આગેવાનો..પ પુ.દોલતરામ બાપુના ખેડબ્રહ્મા સ્થિત ધામડી વડાલી ગામના આશ્રમમાં ગૌશાળા અને વૃધ્ધાશ્રમ નાં લાભાર્થે આયોજિત ભાગવત્ સપ્તાહ નુ સમાપન કરાયું..

પાટણ તા.7
પાટણ પંથક સહિત દેશભરમાં વ્યસન મુક્તિ, શિક્ષણ, કુરિવાજો સાથે સેવાની મહેકને નિસ્વાર્થ ભાવે ફેલાવી વર્લ્ડ બુક ઓફ લંડન નો ખિતાબ મેળવનાર સાધુ સમાજના શ્રદ્ધેય અને નોરતા ધામના સંત શિરોમણી પ.પુ.શ્રી દોલતરામ બાપુ ના ખેડબ્રહ્મા સ્થિત ધામડી વડાલી ગામના આશ્રમ ખાતે ગૌશાળા અને વૃધ્ધાશ્રમ નાં લાભાર્થે આયોજિત ભાગવત્ સપ્તાહ ની શનિવારના રોજ પૂણૉહુતિ પ્રસંગે ગુજરાત નાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાલા, પૂર્વ શિક્ષણમંત્રી રમણભાઈ વોરા સહિત ધારાસભ્યો, રાજકીય સામાજિક આગેવાનો સંતો મહંતો અને સેવકગણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.

આ ભાગવત્ કથા ની પૂણૉહુતિ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત નાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સંત શ્રી દોલતરામ બાપુ ની સેવા પ્રવૃતિ ને સરાહનીય લેખાવી સંત સાથે સમાજ સેવાનું ભગીરથ કાર્ય કરી સમગ્ર ગુજરાત ને નામના અપાવવા બદલ આભાર ની લાગણી સાથે શુભકામનાઓ પાઠવી હતી.તો પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાલા, પૂર્વ શિક્ષણમંત્રી રમણલાલ વોરા સહિત ધારાસભ્યો અને સંતો મહંતો એ પણ દોલતરામ બાપુ ની જીવદયા અને વડિલો પ્રત્યે નાં આદર ભાવને વંદનીય લેખાવ્યા હતા.

ઉપસ્થિત સૌ મહેમાનોનું તેમજ સંતો મહંતો નું પ.પુ.દોલતરામ બાપુ અને તેમના પરિવારજનો દ્વારા સ્વાગત સન્માન કરી આભાર ની લાગણી વ્યક્ત કરી ભાગવત્ સપ્તાહ નાં આયોજન ને સફળ બનાવનારા સેવકો ને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.