ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ પરિવાર દ્વારા પાટણના પત્રકાર મિત્રો નો સ્નેહ મિલન કાર્યક્રમ
યોજાયો…

પત્રકાર મિત્રો સાથે ફુલ સ્કીન માં ભારત શ્રીલંકા ની મેચ નિહાળી સમૂહ ફોટો શેશન કરી ગરમા ગરમ તુવેરના ઠોઠા અને રસ ઝરતી જલેબી ની મિજબાની માણી..

પાટણ તા.૧૧
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ પરિવાર દ્વારા મંગળવારનાં રોજ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ શ્રી સિધ્ધરાજ ક્રેડિટ સોસાયટીના હોલ ખાતે શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં પાટણના ઈલેકટ્રોનિક તેમજ પ્રિન્ટ અને વેબ ન્યુઝ ચેનલ નાં પત્રકાર મિત્રો સાથે સ્નેહ મિલન સાથે ગરમા ગરમ તુવેરના ઠોઠા અને રસ ઝરતી જલેબી નાં ભોજનની મિજબાની માણવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.


આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના પત્રકાર મિત્રો ને કે.સી.પટેલ પરિવાર દ્વારા શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા.ત્યારબાદ સૌ પત્રકાર મિત્રો સાથે કે.સી.પટેલ પરિવાર અને શ્રી સિધ્ધરાજ ક્રેડિટ સોસાયટી નાં કમૅચારીઓ એ ફુલ સ્કીન પર ભારત શ્રીલંકાની મેચ નિહાળી સમુહમાં ફોટો શેશન કરી ક્રેડિટ સોસાયટીના ખુલ્લા ટેરેસ પર ગરમાગરમ તુવેરના ઠોઠા અને રસ ઝરતી જલેબી ની સમુહમાં મિજબાની માણી એક બીજાને સ્નેહ મિલન ની શુભકામના પાઠવી કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો હતો.
કે.સી.પટેલ પરિવાર દ્વારા પત્રકાર મિત્રો સાથે આયોજિત આ સ્નેહ મિલન કાર્યક્રમ માં શ્રી સિધ્ધરાજ ક્રેડિટ સોસાયટીના એમડી યતિનભાઈ ગાંધી, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, નગરપાલિકાના કારોબારી ચેરમેન અરવિંદ
ભાઇ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ હેમંત તન્ના, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્તભાઈ પટેલ, રિલાયન્સ ફાઉન્ડેશન નાં મુકેશભાઈ દેસાઈ, જીતુભાઈ પટેલ,શહેર ભાજપ મહામંત્રી ગૌરવ મોદી,ભાજપ કાર્યાલય મંત્રી નવીન
પ્રજાપતિ, સચિન પ્રજાપતિ, જલારામ ટ્રાવેલ્સ નાં મનુભાઈ ઠક્કર સહિત શ્રી સિધ્ધરાજ ક્રેડિટ સોસાયટીના સભાસદો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.