સિધ્ધપુર નગરપાલિકા હસ્તક બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા સામે નગરપાલિકા નાં સભ્યો દ્વારા જ ફરિયાદો..

હલકી ગુણવત્તાના રોડ બનાવ્યા અંગેની સભ્યોની વ્યાપક ફરિયાદો છતાં ચિફ ઓફિસર ના સબ સલામત ના દાવા..

પાટણ તા.૧૧
સિધ્ધપુર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડની કામગીરી હલકી ગુણવત્તા ની હોવાની ફરિયાદો ખુદનગરપાલિકાના ચુંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવી હોવા છતાં આ બાબતે તપાસ કરવાની જગ્યાએ નગરપાલિકા નાં ચિફ ઓફિસર દ્વારા સબ સલામત ના દાવા કરાતાં નગર સેવકો માં નારાજગી પવૅતવા પામી છે.

આ બાબતે મળતી હકીકત મુજબ સિધ્ધપુર શહેરમાં તાવડીયા ચાર રસ્તાથી બસ સ્ટેશન સુધીના હાદૅસમા રોડના નવીની કરણમાં કોન્ટ્રાક્ટ દ્વારા હલકી ગુણવત્તા ની કામગીરી કરવામાં આવી હોવા અંગેની વ્યાપક ફરિયાદો સિદ્ધપુરનગરપાલિકાના સદસ્યો તેમજ નાગરિકોમા ઉઠવા પામી છે઼. છેલ્લા બે ત્રણ વર્ષથી આ રોડ બનાવવાનો શરૂ કરેલ પરંતુ લાંબો સમય પડી રહ્યા બાદ તાજેતરમાં આ રોડનું કામ શરૂ કરતાં પહેલાં રોડની વચ્ચે બનાવેલ ડિવાઇડર તોડી નાખી રોડ બનાવેલ છે જે રોડ પણ હલકી ગુણવત્તા નો બનાવી પ્રજાના પૈસા નો વ્યય કરાયો હોય જે બાબતે વોર્ડ નંબર ૧ ના ભારતીય જનતા પક્ષના સભ્ય અને દંડક કનુજી ઠાકોરે તેમજ ભારતીય જનતા પક્ષના બક્ષીપંચના મહિલા કોર્પોરેટર ગીતાબેન પટ્ટણીએ નગરપાલિકામાં લેખિત અરજીઓ આપી હલકી ગુણવત્તાવાળા રોડનું પેમેન્ટ નહીં કરવા જણાવેલ છે.

તો આ બાબતે ગીતાબેન પટ્ટણીએ તકેદારી પંચને તપાસ કરવા જણાવેલ છે તેમજ મ્યુનિસિપલ કમિશનરને પણ આ બાબતે જાણ કરેલ હોય જેને કારણે હાલ આ રોડ ની કામગીરી મુદે શહેરમાં ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
જોવા જઈએ તો સિધ્ધપુર શહેર માં છેલ્લા એક વર્ષમાં બનાવેલ તમામ રોડની આવી અવદશા છે મુખ્ય અધિકારીને આ રોડનું ચૂકવણું નહીં કરવા જણાવેલ છે ત્યારે શું નિર્ણય લેવામાં આવે છે અને સરકાર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું.હાલ તો સિદ્ધપુરમાં હલકી ગુણવત્તા વાળા રોડ મામલે ભારતીય જનતા પક્ષની સરકારની પારદર્શકતા ઉપર પાણી રેડવા જેવી હકીકત ઊભી થયેલ હોય તેમ લાગે છે.