ચાણસ્મા-મહેસાણા હાઈવે માગૅ પર વેગનઆર નુ ટાયર ફાટતા ઈકો સાથે અથડાતા 10 ધવાયા..

ઈજાગ્રસ્તોને લણવા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા..

સરકારી હોસ્પિટલમાં ફરજ પર ના તબીબો હાજર ન હોય ઈજાગ્રસ્તોને પિડા ભોગવવાનો વારો આવ્યો.

પાટણ તા.16 મહેસાણા-ચાણસ્મા હાઇવે પર સોમવારે વહેલી સવારે ઈકો સાથે વેગનઆર ગાડી નુ ટાયર ફાટતા સજૉયેલ માર્ગ અકસ્માત માં 10 લોકો ઘાયલ થતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે લણવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે લણવા સરકારી હોસ્પિટલમાં કોઈ તબીબી ફરજ પર હાજર નહિ મળતા ઈજાગ્રસ્ત ઈસમો ને વેદના સહન કરવાનો વારો આવતાં તેઓના પરિવારજનો મા રોષ ભભૂકી ઊઠયો હતો.

આ અકસ્માત ની મળતી હકીકત મુજબ સોમવારે વહેલી સવારે ચાણસ્મા મહેસાણા હાઈવે માગૅ પરથી પસાર થઇ રહેલ પેસેન્જર ઈકો ગાડી સાથે સામેથી આવતી વેગનઆર ગાડીનુ ટાયર ફાટતા ધડાકા ભેર ટકરાતા ઈકો ગાડી મા બેઠેલા મુસાફરો સહિત વેગનઆર કારમાં બેઠેલા લોકો મળી કુલ 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.

આ અકસ્માત ની જાણ થતાં લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ઈસમો ને તાત્કાલિક સારવાર અર્થે લણવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે લણવા સરકારી હોસ્પિટલમાં એક પણ તબીબ ફરજ પર હાજર ન હોય ઈજાગ્રસ્ત ઈસમો ને પિડા સહન કરવી પડી હતી તો ઈજાગ્રસ્ત પૈકી ત્રણ લોકો વધુ ઈજાગ્રસ્ત હોય પરિવાર જનોમાં તબીબો પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

અકસ્માત ના પગલે પોલીસે ધટના સ્થળે પહોંચી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.