પાટણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. મનોજભાઈ ઝવેરી ના આત્મા ની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઈ.

રાજકીય, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ સહિતનાઓએ શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ.

પાટણ તા. 17
પાટણ નગરપાલિકાના પૂવૅ પ્રમુખ અને ઝવેરી બજાર ના પ્રમુખ ની સાથે સાથે પાટણ મોઢ મોદી સમાજના દાનવીર અગ્રણી, ભાજપના યુવા આગેવાન અનેકવિધ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ સાથે તન, મન અને ધનથી સદાય જોડાયેલા ગરીબો અને જરૂરિયાત મંદોને હમેશાં મદદરૂપ બનવાની ભાવના ધરાવવાની સાથે બહોળો મિત્ર વગૅ ધરાવતા મનોજભાઈ ઝવેરીનું રવિવારે આકસ્મિક અવસાન થતાં સોમવારે પાટણ શહેરની યમુના વાડી ખાતે સ્વ. ના આત્માની શાંતિ માટે પરિવારજનો દ્વારા આયોજિત પ્રાર્થના સભા શ્રધ્ધાંજલિ ના પ્રસંગે પાટણ ના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ , પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, પૂવૅ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે. સી. પટેલ , નંદાજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયત ના પૂવૅ પ્રમુખ અને ગાંધીનગર પ્રભારી મોહનભાઈ પટેલ , સિધ્ધપુર ના પૂવૅ ધારાસભ્ય ચંદનજીઠાકોર, સિધ્ધપુરના ઉધોગપતિ પ્રવિણભાઈ મોદી, પાટણ નગરપાલીકા પ્રમુખ સ્મિતાબેનપટેલ સહિત પાટણ નગરપાલિકાના કોપોરેટરો, વેપારીઓ, ડોકટરો, વકિલો, પત્રકારો, મુસ્લીમ સમાજના આગેવાનો,સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ, રાજકીય આગેવાનો, સભ્યો સહિત બહોળી સંખ્યામાં સગા,સંબંધી અને સ્નેહી મિત્રોએ ઉપસ્થિત રહી સ્વ.ના આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રધ્ધા સુમન સમપિર્ત કરી સ્વ. ના પરિવાર જનોને સાત્વના પાઠવી હતી.

તો ગુજરાત ના પૂવૅ મહિલા મુખ્યમંત્રી, અને ઉતરપ્રદેશ ના રાજયપાલ આનંદીબેન પટેલ, સુરતના ધારાસભ્ય પૂર્ણૅશભાઈ મોદી, ડો. રાજુલબેન દેસાઈ સહિત ના રાજકીય આગેવાનો એ સ્વ. ના પરિવારને ટેલિફોનિક વાતચીત દ્વારા સાત્વના આપી સ્વ. મનોજભાઈ ઝવેરી ના આત્માની શાંતિ માટે પ્રાથૅના કરી હતી.