પાલીકા દ્વારા રખડતાં ઢોર પકડવા એક સપ્તાહમાં કામગીરી શરૂ નહીં કરાઈ તો રખડતાં ઢોરો પાલીકા ખાતે લાવી પાલિકાને તાળાબંધી કરાશે..

પાટણમાં રખડતાં ઢોર મામલે સાડેસરા પાટી ના પ્રમુખ સહિત ના સભ્યોએ પાલિકા ખાતે સુત્રોચ્ચાર કયૉ..

પાટણ તા.16
પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરો ડબ્બે કરવાની ઝુંબેશ ટૂંક સમયમાં હાથ ધરાશે તેવી હૈયા ધારણાઓ શહેરીજનો આપી રહી છે પરંતુ આજ દિન સુધી પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરો માટે કોઈ યોગ્ય કાર્યવાહી કે કામગીરી હાથ નહીં ધરાતા અને રખડતા ઢોરો હરાયા બનીને નિર્દોષ લોકોને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડવાની સાથે મોતના મુખમા ધકેલી રહ્યા હોવા છતાં પાલિકા સતાધીશો દ્વારા રખડતાં ઢોર મામલે ગંભીરતા નહી દાખવતા સોમવારના રોજ પાટણ નગરપાલિકા ખાતે સાંડેસરા પાટી ના પ્રમુખ સહિત ના સભ્યો અને સીમ વિસ્તારના ખેડૂતોએ રખડતા ઢોરોની સમસ્યા મામલે પોતાની હૈયા વરાળ ઠાલવી હતી પરંતુ તેઓની હૈયા વરાળ સાભળવા માટે પાલીકા ખાતે પાલીકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચિફ ઓફિસર કે ઢોર ડબ્બા અધિકારી સહિત ના જવાબદાર એક પણ વ્યકત હાજર ન રહેતા રજુઆત કરવા આવેલા સાડેસરા પાટી ના પૂવૅ પ્રમુખ જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પાલીકા પ્રમુખ ને રૂ 50 હજાર સુધીનો ખચૅ કરવાની સતા હોય છે છતા તેઓ દ્રારા બહારના લોકો નું સાભળી મહત્વની રખડતાં ઢોરો ની સમસ્યા નિવારવા ગંભીરતા લેતા નથી તો શહેરમાં અત્યારે જો બે ત્રણ આખલા હરાયા બને તો પાલીકા દ્વારા તેને પકડવાની કોઈ વ્યવસ્થા નથી ત્યારે પાલીકા દ્વારા તાત્કાલિક ધોરણે રખડતા ઢોર નુ પાજરૂ રીપેર કરી ને એક સપ્તાહ મા શહેર માંથી રખડતાં ઢોરો પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં નહિ આવે તો અમો રખડતાં ઢોરો પાલીકા ખાતે લાવી પાલીકા ની તાળાબંધી કરીશું તેવુ જણાવી શહેરીજનો ની રખડતાં ઢોરો ની સમસ્યા તાત્કાલિક દુર કરવા પાલીકા સતાધીશો ને ચિમકી આપી હતી.