સરસ્વતી તાલુકાના અજીમણા પ્રાથમિક શાળા નો 80 મો સ્થાપના દિવસ ઉજવાયો..

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરી ઉજવણી ને યાદગાર બનાવવામા આવી..

પાટણ તા.17
સરસ્વતી તાલુકાના અજીમણા પ્રાથમિક શાળા ની સ્થાપના ને મંગળવારના રોજ 80 વષૅ પૂણી થતાં શાળાના સ્થાપના દિવસ ની હષોર્લ્લાસ મય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી મહેન્દ્રભાઈ મકવાણા સહિત ના મહાનુભાવો એ ઉપસ્થિત રહી શાળા ની પ્રગતિમાં સહભાગી બનેલા સમગ્ર શાળા પરિવારજનો, ગ્રામજનો અને વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
અજીમણા પ્રાથમિક શાળાના 80 મા વષૅ ના સ્થાપન દિન પ્રસંગે સાસ્કૃતિક કાર્યક્રમ પણ યોજયો હતો. સાથે સાથે શાળા મા અભ્યાસ કરનાર અને ઉચ્ચ સ્થાન પર પહોચેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભોજનના દાતા પરિવાર મૂળ અજીમણા ના વતની અને હાલમાં ધાનેરા પીએસઆઈ તરીકે ફરજ બજાવતા આત્મારામભાઈ દેસાઈ પરિવાર નો આભાર વ્યક્ત કરી શાળાના આચાર્ય રમેશભાઈ દેસાઈ સહિત ના સ્ટાફ પરિવારજનો એ સ્થાપના દિવસ ની ઉજવણી ને યાદગાર બનાવી હતી.

369