રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા કુણઘેર ગામની 7 જેટલી આંગણવાડીઓમાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

પાટણ તા. 17
લોહાણા સમાજ ના અગ્રણી સ્વ.શાંતિભાઈ ઠક્કર ના સ્મરણાર્થે રોટરી કલબ ઓફ પાટણ દ્રારા મંગળવારે કુણધેર ગામની 7 આંગણવાડીઓ માં 137 બાળકોને ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સ્વ. શાંતિભાઈ ઠક્કરને સમગ્ર સમાજ અને કુણઘેર ગામ ઠક્કર સાહેબ ના હુલામણા નામથી ઓળખતુ હતું ત્યારે તાજેતરમાં તેઓના અવસાન ને પગલે સમસ્ત કુણધેર ગામમાં શોક છવાયો હતો ત્યારે તેઓના આત્મા ની શાંતિ માટે તેઓના પરિવારજનો ના સૌજન્યથી રોટરી કલબ ઓફ પાટણ દ્રારા આંગણવાડી ના બાળકોને ફુડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ નું સંકલન પાટણ રોટરી સિટી ના પ્રમુખે કર્યું હતું. આ કાર્યકમમાં CDPO દક્ષાબેન પટેલ,એમએસ
વનીતાબેન,રો.ધનરાજભાઈ ઠકકર,રો.ઝેડ.એન. સોઢા , કેતનભાઈ ઠકકર, સતિષભાઈ ઠકકર, મહેન્દ્રકુમાર તથા અન્ય પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.