સાંતલપુર વિસ્તારના ગો.ગામડી શાળા ના બાળકોનું કુપોષણ દૂર કરવા સહયોગી બનતું શિક્ષણ વિભાગ..

પાટણ તા.17
સાંતલપુર વિસ્તારના અતિ પછાત અને અંતરિયાળ ગામડાં ના બાળકો માં કુપોષણ નું પ્રમાણ દૂર કરવા માટે પાટણ જિલ્લા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ પોતાની અંગત નાણકીય સહાય કરી કુપોષણ દૂર કરવાના ભગીરથ કાર્ય ની શુભ શરૂઆત ગો.ગામડી શાળા ના બાળકોને ખજૂર આપી ને કરવામાં આવી છે તો ગો.ગામડી ના શિક્ષક મદારસિંહ ગોહિલ અને શાળા પરિવાર દ્વારા બાળકો ને દાતા દ્વારા સ્વેટર વિતરણ નો કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી ના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં યોજાયેલ.જેમાં શાળા ના શિક્ષક મદારસિંહ ગોહિલ દ્વારા શાળા ના બાળકો નો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય થયો નથી.અહી આર્થિક તકલીફ વાળા વાલીઓ ના જ બાળકો અભ્યાસ કરે છે .જે અંગે કુપોષણ દૂર કરવાની વાત આવેલ મહેમાનો ને કરી હતી.


સાંતલપુર તાલુકાના તા.પ્રા. શિ .અધિકારી એસ એમ.પટેલે સૌપ્રથમ બાળકો ને ખજૂર આપવાનું જણાવતા હાજર તમામ મહેમાનો દ્વારા આર્થિક સહયોગ આપેલ.

જે કાર્યક્રમની શુભ શરૂઆત મંગળવારે ગો.ગામડી શાળા માં કરવામાં આવી હતી.દરોજ સવારે બાળકો આવે ત્યારે સંજીવની દૂધ યોજના સાથે દરેક બાળક ને ખજૂર આપવામાં આવશે.જેથી બાળકોમાં લોહીનું પ્રમાણ વધે .પરિણામે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય થાય .અને શાળામાં બાળકોનું સ્થાયિકરણ પણ વધે.
આમ આ ભગીરથ કાર્ય માં દાતા દ્વારા ખજૂર નો સહયોગ લેવામાં આવશે .

આ કાર્યને સફળ બનાવવા શાળા ના આચાર્ય રસિકજી ઠાકોર.અને એન.એમ.
ભરવાડ તેમજ શાળાના શિક્ષક મદારસિંહ ગોહિલ અને એસ.એમ.સી ના સભ્યો દ્રારા જહેમત ઉઠાવવામા આવી છે.