માર્ગ સલામતી સપ્તાહ અંતગતૅ આરટીઓ કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

21 બોટલ બ્લડ એકત્ર કરી વાહન ચાલકોને માગૅ સલામતી અંગેની માહિતી પ્રદાન કરાઈ..

પાટણ તા.17
માર્ગ સલામતી સપ્તાહ 2023 અંતર્ગત મંગળવારે પાટણ ગોલાપુર આરટીઓ કચેરીમાં રક્તદાન શિબિર નુ આયોજન એઆરટીઓ કચેરી પાટણ તથા ધારપુર મેડીકલ કોલેજ હોસ્પિટલ ની બ્લડ બેન્ક ના સહયોગ થી કરવામા આવ્યુ હતુ.

આરટીઓ કચેરી ખાતે આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પ માં કુલ 21 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવેલ હતું.
માગૅ સલામતી સપ્તાહ ની ઉજવણી ના ઉપલક્ષ્યમાં આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં ઉપસ્થિત અધિકારીઓએ વાહન ચાલકોને સલામતી અંગે જરૂરી માગૅદશૅન પુરૂ પાડવામાં આવ્યું હતું.