પાટણ ચાઈલ્ડ હેલ્પ લાઈન -૧૦૯૮ દ્વારા પતંગોત્સવની ઉજવણીકરવામાં આવી..

પાટણ તા. 17
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવી દિલ્હી અનુદાનિત અને ચાઈલ્ડ લાઈન ઈન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ સંચાલિત ચાઈલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ દ્વારા પાટણ ના મલ્લના છાપરા વિસ્તારના બાળકોને પતંગ અને સાથે નાસ્તો આપી પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા પતંગ પર ચાઈલ્ડ લાઈન ના સ્ટીકરો તેમજ બાળમજૂરી નાબુદી, બાળલગ્ન નાબુદી,બાળકને ભિક્ષા નહિ પણ શિક્ષા આપો જેવા સુત્રો નું લખાણ કરીને બાળકોને પતંગ વિતરણ કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવાસમગ્ર ચાઈલ્ડ લાઈન ટીમની મહત્વની ભૂમિકા રહી હતી.