પાટણ શહેરમાં તૈયાર પાચ ભૂગર્ભ પમ્પિંગ સ્ટશનો સત્વરે શરૂ નહી કરાઈ તો ગાંધી ચિંધ્યા માગૅ આંદોલન કરાશે:કોગ્રેસ..

વિપક્ષના નગર સેવકો અને કોગ્રેસ ના આગેવાનો દ્વારા ચિફ ઓફિસર ને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી..

પાટણ તા.17
પાટણ નગર પાલીકામાં જી.યુ.ડી.સી. દ્વારા બનાવવામાં આવેલ હાંસાપુર, માતરવાડી, રામનગર, નવીન સર્કીટ હાઉસ પાછળ અને માખણીયાપરા ગામ ના ભુર્ગભ પંપીગ સ્ટેશન તૈયાર હોવા છતાં પાલિકા ના સતાધીશો દ્વારા શરૂ કરવામાં નહિ આવતાં શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાઓ ઉદભવી રહી છે જેના કારણે શહેરીજનોને પારાવાર મુશકેલી ભોગવવાની સાથે સાથે શહેરમાં રોગચાળો ફેલાવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે મંગળવાર ના રોજ પાટણ નગર પાલીકા ના વિરોધ પક્ષના ચુટાયેલા નગર સેવકો સાથે કોગ્રેસના આગેવાનો દ્વારા પાલીકા ના ચિફ ઓફિસર ને આવેદનપત્ર સુપ્રત કરી ઉપરોક્ત પંમ્પિંગ સ્ટેશનો સત્વરે ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરી ગાધી ચિધ્યા માગૅ પર આંદોલન ની ચિમકી આપી હતી.

પાલીકા ના વિરોધ પક્ષના કોપોરેટરો સહિત કોંગ્રેસ ના આગેવાનો દ્વારા અપાયેલા આવેદનપત્ર મા જણાવ્યું હતું કે, પાટણ શહેરમાં ભૂર્ગભ લાઈન ઉભરાવવાની સમસ્યામાં દિન પ્રતિદિન વધારો થયો છે. નગર પાલીકાના સત્તાધીશોની અણઆવડત ના હીસાબે આજે પાટણ શહેરના તમામ વિસ્તારોમાં આ ભૂર્ગભ ગટર ઉભરાવવાની સમસ્યા કાયમી અને માથાના દુઃખાવા સમાન બની છે.

પાટણ શહેરમાં નગર પાલીકા હદ વિસ્તારમાં જી.યુ.ડી.સી. દ્વારા હાંસાપુર, માતરવાડી, રામનગર, નવીન સકિટ
હાઉસ પાછળ અને માખણીયાપરા ગામ માં આશરે ત્રણ વર્ષ અગાઉ ભર્ગભ ગટર લાઈન નાખવાના નેટવર્કની
કામગીરી શરૂ કરવામાં આવી હતી અને લાઈન નેટવર્કની કામગીરી પૂર્ણ કરવાની સાથે સાથે આ વિસ્તારોમાં નવીન
ભુર્ગભ પંપીગ સ્ટેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આજે આ તમામ પંપીગ સ્ટેશનનો ની કામગીરી પૂર્ણ થયેલ છે. તેમજ તમામ પંપીગ સ્ટેશનો ઉપર ભુર્ગભ લાઈનના કનેકશનોનું જોડણ પણ કરી દેવામાં આવ્યા છે. તમામ કનેકશનોના જોડાણ આપ્યા બાદ વીજળીકરણ ની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને પંપીગ સ્ટેશન અને
તમામ નેટવર્ક કરવામાં આવેલ લાઈન ટેસ્ટીંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ કામગીરી છેલ્લા ત્રણ મહીના કરતા વધુ સમયથી પૂર્ણ થયેલ હોવા છતાં પણ આ ભૂર્ગભ ગટરના પંપીગ સ્ટેશનો પાટણ ની પ્રજા માટે કાર્યરત કરવામાં આવતા નથી.

પાટણ શહેરના આ તમામ પંપીગ સ્ટેશનો કાર્યરત સમયસર ન કરવામાં આવતા ભુર્ગભ ગટરના ગંદા પાણી સરેઆમ જાહેર રસ્તાઓ, મહોલ્લા, પોળ અને સોસાયટીઓમાં ફેલાઈ રહયા છે અને સમગ્ર વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ વધવા પામ્યું છે. જેના લીધે મચ્છરજન્ય રોગનો સામનો પ્રજાજનોને કરવો પડે છે. સામાજીક કે ધાર્મિક સારા પ્રસંગોમાં ભૂર્ગભના ગંદા પાણી જાહેર રસ્તા ઉપર આવતા હોઈ સારા કે નરસા પ્રસંગો કરવા પણ મુશ્કેલ બને છે. તેમજ નાના બાળકો અને પ્રજાજનો ને ગંદા પાણીમાં પસાર થવા માટે મજબુર બન્યા છે.

પાટણ શહેરના હાંસાપુર અને રામનગરમાં છેલ્લા બે વર્ષથી ભુર્ગભ ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ, મહોલ્લા, પોળ અને સોસાયટીઓમાં ફેલાઈ રહવા છે જેના કારણે ગામમાં ગંદકીનું સામાજય ઉભું થવા પામ્યું છે.આ ગંદકીમાંથી સ્કુલે જતાં બાળકોને પસાર થવું પડે છે અને મોટા પ્રમાણમાં ગંદકી ફેલાયેલી હોઈ નગર પાલીકા તરફથી તાત્કાલીક દવાનો છંટકાવ કરવામાં આવે અને પંપીગ સ્ટેશનો શરૂ કરી આ ભુર્ગભ ગટરની ઉભરાતી સમસ્યામાંથી પ્રજાજનોને મુકત કરવા માગણી કરી

આગામી ૧૦ દિવસમાં પાટણ શહેરના હાંસાપુર, માતરવાડી, રામનગર અને ખાનસરોવર પાછળના તમામ પંપીગ સ્ટેશનો શરૂ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પાટણ ની પ્રજાને સાથે રાખીને પાટણની પ્રજાના હીત માટે આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું છે.