પાટણ એકટીવ ગૃપ ના પૂવૅ પ્રમુખ અને રાવલ એન્ટર પ્રાઈઝ ના પ્રોપરાઈટર હિતેષભાઈ રાવલ ના ‘રાવલ વિલા’ મકાનનું વાસ્તુ પુજન કરાયું..

નવીન મકાન ના વાસ્તુ પુજન પ્રસંગે રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાના વડાઓ
એ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા.17
પાટણમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી આગવી લોક ચાહના હાંસલ કરનાર એકટીવ ગૃપ ના પૂવૅ પ્રમુખ અને રાવલ એન્ટર પ્રાઈઝ ના પ્રોપરાઈટર, સેવાભાવી યુવા અગ્રણી હિતેષભાઈ નવીનભાઈ રાવલે પોતાના ધર્મપત્નિ ભૂમિકા ના સોમવારે જન્મ દિન પ્રસંગે શહેરના છબીલા હનુમાન મંદિર નજીક આવેલ યશ હેરિટેજ વિભાગ-1 ખાતે નિમૉણ કરાયેલ “રાવલ વિલા” નામના નવીન મકાનની ભેટ ધરી આ નવીન મકાન નું વાસ્તુ પુજન પ્રસંગ ભક્તિ સભર માહોલ મા ઉજવવામાં આવ્યો હતો.

આ વાસ્તુ પુજન પ્રસંગે આયોજિત હવન યજ્ઞ મા તેમજ ભૂમિકાબેન હિતેષભાઈ રાવલ ના જન્મ દિનની ઉજવણીમાં પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે.સી.પટેલ, જગન્નાથ મંદિર ના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઇ આચાર્ય, પાટણનાજાણીતા બિલ્ડરબેબાભાઈ ઠકકર સહિત શહેરના જાણીતા ડોકટરો,વકીલો,વેપારીઓ,મેડિકલ સ્ટોર ના માલિકો, એજન્સી સંચાલકો, પત્રકાર મિત્રો, એકટીવ ગૃપ ના પરિવારજનો સહિત વિવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ના વડાઓ સાથે હિતેષભાઈ નવીનભાઈ રાવલ ના સગા સંબંધીઓ,સ્નેહીમિત્રો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને હવન યજ્ઞ ના દર્શન પ્રસાદ નો લાભ લઈ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ભૂમિકાબેન હિતેષભાઈ નવીનભાઈ રાવલ પરિવાર દ્વારા આમંત્રિત મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી આભાર ની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.