ઐતિહાસિક નગરી પાટણ ને પોતાના ચિત્રો થકી ગૌરવ અપાવતો યુવા ચિત્રકાર પિયુષ દરજી..

જૈન ધર્મ ની દિક્ષા મહોત્સવ નિમિત્તે નિકળતી શોભાયાત્રા નું સફેદ કાપડ ઉપર આબેહૂબ ચિત્રાંકન કરી આગવી લોક ચાહના પ્રાપ્ત કરી..

પાટણ તા.18
ઐતિહાસિક નગરી પાટણ તેની ઐતિહાસિક ધરોહરના કારણે જગ પ્રસિદ્ધ બની છે પાટણની વલ્ડૅ હેરિટેજ રાણ કી વાવ ને કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 100 ની ચલણી નોટ પર અંકિત કરી પાટણની પ્રભુતાને વિશ્વ મા ઓળખ આપી છે તો પાટણ ના પટોળા એ પણ લોકોમાં આગવી લોક ચાહના પ્રાપ્ત કરી છે ત્યારે આ ઐતિહાસિક અને વલ્ડૅ ફેમસ પાટણ નગરી ના લોકો પણ આ નગરીને ગીત, સંગીત અને આગવી ચિત્રકારી ના કારણે ગૌરવ અપાવી રહ્યા છે ત્યારે આજે પાટણના એક નવયુવાને પોતાના અભ્યાસ ની સાથે સાથે પોતાના ચિત્રકામ ના આગવા શોખ થી અનેક ચિત્રો નુ ચિત્રાંકન કરીને પાટણ નું નામ રોશન કર્યું છે.

પાટણ શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલ અમરદિપ સોસાયટી ના બ્લોક નં. 6/ એ મા રહેતાં દરજી પરિવાર ના પિયુષ પ્રવિણભાઈ નામનો યુવક કે જેણે સિવિલ ઈજનેર નો અભ્યાસ કર્યો પરંતુ નાનપણથી જ ચિત્રકલા મા આગવી રૂચિ હોવાના કારણે તેણે પોતાના અભ્યાસ ની સાથે સાથે પોતાના ચિત્રકલાના શોખ ને પરિપૂર્ણ કરવા સમયની નવરાશ મા અનેક ચિત્રો નુ ચિત્રાકન કયુઁ જેમાં તેને રામાયણ, મહાભારત ના ચિત્રો, પાટણની વલ્ડૅ હેરિટેજ રાણ કી વાવ ની અંદરના કલાત્મક ચિત્રો, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર મહાનુભાવો ના ચિત્રો, પાટણના રાજવી પરિવાર ના ચિત્રો નું આબેહૂબ ચિત્રાકન કરી પોતાની ચિત્રકામ ની કારીગરીને નિખારી લોકો મા એક ચિત્રકાર તરીકે ની આગવી ઓળખ બનાવી અને જેના થકી તેને પાટણની યુનિવર્સિટી સામે ની દિવાલ ઉપર પાટણની પ્રભુતા વણૅવતા ઈતિહાસ ને પોતાના ચિત્રો દ્વારા લોકો સમક્ષ રજૂ કરવાનો મોકો પ્રાપ્ત થયો જેને પાટણના નગરજનોએ ખૂબ જ સરાહનીય લેખાવ્યો તો આ યુવા ચિત્રકાર ની આબેહૂબ ચિત્રો બનાવવાની કારીગરી થી પ્રભાવિત બનેલા જૈન સમાજના શ્રેષ્ઠી પરિવાર દ્વારા તેને જૈન સમાજ ના દિક્ષા મહોત્સવ નિમિત્તે નિકળતી ભવ્ય શોભાયાત્રા નું ચિત્રાકન કરવા માટે આમંત્રણ આપતા તેને તેનો સહષૅ સ્વિકાર કરી દશ દિવસ ની અથાગ મહેનત સાથે ફકત પાંચ જ નેચરલ કલર અને પ્રાઈમરી કલરની મદદથી 6×4 ની સાઈઝના સફેદ કાપડ ઉપર સરસ મજાની જૈન ધર્મ ની દિક્ષા મહોત્સવ પ્રસંગે નિકળતી હાથી, ઘોડા,જૈન સાધુ-સાધ્વીજી
ઓ, મહારાજ સાહેબો, જૈન-જૈનેતરો ના વિશાળ કાફલા સાથે નિકળેલી શોભાયાત્રા નું ચિત્રાંકન તૈયાર કરી આપતા આ ચિત્ર ને આ જૈન શ્રેષ્ઠી પરિવાર દ્વારા જૈનોના પ્રસિદ્ધ તિથૅ સ્થાન પાલિતાણા ખાતે અપૅણ કરી પાટણના યુવા ચિત્રકાર પિયુષ દરજીની કલાને જૈન સમાજ માં આગવી ઓળખ અપાવી છે ત્યારે પાટણનો આ યુવા ચિત્રકાર પોતાના ચિત્રો થકી પાટણને વિશ્વમાં નામના અપાવે તેવી અભિલાષા સાથે વેલ ડન પિયુષ દરજી વેલ ડન.