પાટણ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તાર
ના મકાન માલિકો પર કેટલાક નિયંત્રણો મુકતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ.

પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અસામાજિક પ્રવૃતિઓ રોકવાના આશયથી જાહેરનામું બહાર પડાયું..

જાહેરનામા નો ભંગ કરનારા સામે કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પાટણ તા. 18
પાટણ જિલ્લામા કેટલાક અસામાજીક તત્વો દ્વારા શહેરોમાં તેમજ ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતીનો ભંગ કરવામાં આવે છે તેમજઆતંકવાદી પ્રવૃતિઓ કરવામાં આવે છે જેથી માનવ જીંદગીની ખુવારી થાય અને જાહેર સંપતિને નુકસાન પહોંચે છે. બહારના રાજ્યોમાં અગર દેશ બહારથી આવતા આવા તત્વો કોઈના ભાડે મકાન રાખીને રહેતા હોય છે અને વિસ્તાર વગેરેનું સર્વે કરી સ્થાનિક પરીસ્થિતીથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. તેથી પાટણ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંતા.01.12.22
થી તા.31.01.23 (બંને દિવસો સુધ્ધાંત) સુધી મકાન માલિકો પર અમુક નિયંત્રણો મુકતું જાહેરનામુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા બહાર પાડવામાં આવ્યુ છે.

આ જાહેરનામા અનુસાર જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે ભાડે આપે ત્યારે તેમજ ઔધોગિક વિસ્તારમાં મકાનો ભાડે આપતા પહેલા ફોટોગ્રાફ સાથેની માહિતી સંબધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.પોલીસ અધિક્ષકની દરખાસ્ત અનવ્યેપાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

તેથી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973(1974 ના નં-2)ની કલમ-144 હેઠળ મળેલી સત્તાની રૂએ અધિક જિલ્લામેજીસ્ટ્રેટદ્વારાજિલ્લાનાતમામાશહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મકાન ભાડે આપવા મામલે અમુક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. જાહેરનામા અનુસાર મકાન માલિકે મકાન ભાડે આપતા પહેલા તે અંગેની જાણ કરવા માટે નીચે મુજબની માહિતી ફોટોગ્રાફ સાથે સંબધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે જેમાંમકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત,ક્યા વિસ્તારમાં મકાન છે,મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, મકાન ક્યારે અને કઈ વ્યક્તિઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ, સરનામા, તથા ફોટાની માહિતી,મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ,સરનામું તથા કોન્ટેક્ટ નંબર આપવાનો રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો પર આઈ.પી.સી.ની કલમ-188 મુજબ ફરિયાદ કરવામાં આવશે તેવો જાહેરનામા મા ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સુત્રો એ જણાવ્યું છે.