પાટણ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પાલીકા ની સ્વચ્છતા શાખા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ..

છીડીયા દરવાજા નજીક ની સોસાયટી વિસ્તારની ગંદકી ઉલેચી ઝાડી- ઝાંખરા દુર કરાયા..

પાટણ તા.18
પાટણ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પાટણ નગર પાલિકા ની સ્વછતા શાખા દ્વારા બુધવાર ના રોજ સફાઇ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

પાલિકાની સફાઈ કામદારો ની ટીમે શહેર ના છીંડિયા દરવાજા નજીકના વિસ્તાર માં આવેલ રામકૃપા સોસાયટી પાછળની ગંદકી દુર કરી છીડીયા દરવાજા પાસે ના બાગ મા ઉગી નિકળેલા ઝાડી ઝાંખરાઓ દુર કરી વિસ્તાર ને સ્વચ્છ બનાવી દવા નો છંટકાવ કરવામાં આવ્યો હતો.

શહેરના છીડીયા દરવાજા વિસ્તારમાં પાલીકા ની સ્વચ્છતા શાખા દ્વારા હાથ ધરવામાં આવેલ સફાઈ કામગીરી સફાઈ કામદારો દ્વારા સુ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તે માટે સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂત સહિત આ વિસ્તાર ના નગર સેવકોએ સ્થળ પર હાજર રહી વિસ્તાર ની સફાઈ કામગીરી કરાવી હતી.