રાધનપુરના રાપરિયા હનુમાનજી મંદિર ખાતે જીણોર્દ્ધાર નુ મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરાયું..

ગૌશાળા,આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર સહિત અન્ય સેવા પ્રવૃતિ ની કામગીરી કરવાની નેમ વ્યકત કરાઈ.

પાટણ તા.18
પાટણ જિલ્લાના રાધનપુર ખાતેના રાપરિયા હનુમાન મંદિર પરિસર ખાતેબુધવારે વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય નવીન મંદિર ના નિર્માણનો જીણોદ્રાર નુ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું


આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત સંતો મહંતો અને રામાનંદી સાધુ સમાજ ના પ્રમુખ સાધુ ચંદુલાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ગોતરકા બ્રહ્મચારી આશ્રમના મહંત નંજાનંદ સ્વામી, બટુક
મોરારી,ગોપાલદાસ, સંજીવની દાસ અને રાપરિયા હનુમાનજી મંદિર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ સહિતના સાધુ સંતો અને વઢીયાર રામાનંદી સાધુ સમાજના સહકાર થી રૂ.પાંચ કરોડ ના ખર્ચે બનનાર આ મંદિર અને અન્ય હોલ નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સાથે સાથે જગ્યામાં ગૌશાળા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર ન સહિત ની સેવા પ્રવૃત્તિની કામગીરી કરવાની નેમ વ્યકત કરવામાં આવી હતી.