
પાટણ તા.18
પાટણ નગરપાલિકા દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ શહેરના બાકી રહેલા રોડ રસ્તા ના કામો શરૂ કરવામાં આવી છે. ત્યારે પાલિકા દ્વારા હાલમાં ઇન્ટિરિયલ માર્ગોના કામો શરૂ કરવામાં આવ્યા હોય પરંતુ શહેરના રંગીલા હનુમાન થી લઈને રેલવે સ્ટેશન સુધીના માર્ગની હાલત ખૂબ જ બિસ્માર બની હોય આ માર્ગ નું પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રી સરફેસ કામ શરૂ કરવામાં આવે તેવી પાલિકા સમક્ષ પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ જીવાભાઇ પટેલે બુધવારના રોજ રજૂઆત કરતા આ મામલે પાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ દ્વારા ઉપરોક્ત માર્ગ માટેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે તેવી હૈયા ધારણા આપી હતી.