હારીજ ની દ્વારકાધીશ ઑઇલ ઈન્ડસ્ટ્રીઝ ના માલિક દ્વારા બાકી લોન ભરપાઈ ન કરતાં ત્રણ મિલકત બેકે સીલ કરી.

અમદાવાદની બેન્ક ઓફ બરોડાએ લોન ભરપાઈ ન કરતા કાર્યવાહી હાથ ધરી.

પાટણ તા.18
હારીજના કુકરાણા રોડ પર આવેલ દ્વારકાધીશ ઑઇલ ઈન્ડસ્ટ્રીઝને બાકી લોનની રકમ ભરપાઈ ન કરવા બદલ બુધવાર ના રોજ અમદાવાદ ની બેક ઓફ બરોડા દ્રારા સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ હારીજ શહેર ના કુકરાણા રોડ પર આવેલી દ્રવારકાધીશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝે અમદાવાદ ની બેક ઓફ બરોડા માથી કરોડો રૂપિયા ની લોન મેળવી લોન પેટે રૂ. પાંચ કરોડ ચાલીસ લાખ ઉપરાંતની બાકી રકમ અનેક નોટિસો છતાં ભરપાઈ ન કરાતા બુધવાર ના રોજ અમદાવાદની બેન્ક ઓફ બરોડાએ હારીજ મામલતદાર તેમજ પોલીસને સાથે રાખી ઈન્ડસ્ટ્રીઝ ના માલિક ઠક્કર કનૈયાલાલ નાનાલાલ તેમજ ગીતા ઠક્કર સામે કાર્યવાહી હાથ ધરી તેમની ઓઇલ ઈન્ડસ્ટ્રીઝ સહિત હારીજ બજાર તેમજ માર્કેટયાર્ડમાં આવેલ મિલ્કતો મળી કુલ ત્રણ મિલકતને શીલ કરી તમામ મિલ્કતોનો કબજો અમદાવાદની બેન્ક ઓફ બરોડાની શાખાએ લઈ લેતા હારીજ ના વેપારીઓ
માં સનસનાટી મચી જવા પામી હતી.