પાટણના મોતીસા વિસ્તાર
માં ગજાનંદ જવેલર્સ અને ધ્રુવી કિરાણા સ્ટોર્સમાં તસ્કરો ત્રાટક્યા..

તસ્કરો રૂ. 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરીફરાર થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ..

પોલીસ દ્રારા આજુબાજુના સીસીટીવી કુટેજો મેળવી તસ્કરો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ.

પાટણ તા.19
પાટણ શહેરમાં છેલ્લા અઠવાડિયાથી હાડથીજાવતી ઠંડી પડી રહી છે. આ ઠંડી ના ચમકારા વચ્ચે બુધવારની મોડી રાત્રિના સમયે શહેરના મોતિશા દરવાજા પાસે આવેલી ગજાનંદ જવેલર્સ અને ધ્રુવી કિરાણા સ્ટોર્સને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી પલાયન થતા આ મામલે પોલીસ દફતરે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્રારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં આવેલ ગજાનંદ જ્વેલર્સની 100 મીટરની અંદર જ મોતીશા પોલીસ ચોકી આવી હોવા છતાં પણ તસ્કરોએ દુકાનને નિશાન બનાવતા તસ્કરો પોલીસને ચેલેન્જ કરી રહ્યા હોય તેવુ સાભળવા મળ્યું હતું.


શહેરના મોતિશા દરવાજા નજીક ગજાનંદ જવેલર્સ અને ધ્રુવી કિરાણા સ્ટોરમાં બુધવાર ની મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ ત્રાટકી ચોરી ના બનાવને અંજામ આપ્યો હતો જેમાં તસ્કરો એ ગજાનંદજેવલર્સનું તાળું તોડી ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત રૂ. 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. તેમજ ધ્રુવી કરીયાણા સ્ટોરનું તાળું તોડી તેમાંથી કરીયાણાના સામાનની ચોરી કરી હતી. આ અંગે વેપારીએ એ ડિવિઝન પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરો ને ઝડપી લેવા આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી ચક્રો ગતિમાન બનાવ્યા છે.