પાટણ પોલીસ હેડકવોટસૅ ખાતે પોલીસ સ્ટાફ માટે બે દિવસીય આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પ નો પ્રારંભ..

પ્રથમ દિવસે 800 જેટલા પોલીસ અધિકારીઓ અને કમૅચારીઓએ પોતાનુ હેલ્થ ચેકઅપ કરાવ્યુ..

પાટણ તા.19
પાટણ શહેર પોલીસ હેડકવોટસૅ ખાતે પાટણ જિલ્લા પોલીસ દ્વારા બે દિવસ માટે પાટણ જીલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે જેનો ગુરૂવારે પાટણ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિત મા પ્રારંભ કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં જિલ્લા ના પોલીસ અધિકારીઓ અને કમૅચારીઓએ પોતાનું મેડિકલ ચેકએપ કરાવ્યું હતું.


પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ પાટણ નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે બે દિવસીય માટે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં પાટણના અનુભવી અને નામાંકિત સર્જન, ફિઝીશિયન,ગાયનેક, ઓર્થોપેડિક, ENT, ડેન્ટીસ્ટ, પ્રોસ્ટોલોજી, સ્કીન અને આંખ વિગેરેને લગતા નિષ્ણાંત તબીબોપોતાની નિ:શુલ્ક તબીબી સેવા આપી રહ્યા છે.

પ્રથમ દિવસે પાટણ જીલ્લાના કુલ800 થી વધુ પોલીસ અધિકારીઓકર્મચારીઓએ પોતાનુ મેડિકલ ચેકઅપ કરાવ્યુ હતું.તો પોલીસ અધિકારીઓ અને કમૅચારીઓને હેલ્થ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. અને કોઇ પોલીસ અધિકારી, કર્મચારીઓને વધુ સારવારની જરૂર જણાય તો સારવાર અર્થે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

પાટણ ખાતે યોજાયેલ મેડિકલ કેમ્પમાં પાટણ જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય પટેલ્, નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ.ચૌધરી, મુખ્ય મથક પાટણ, નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડ્યા,સિધ્ધપુર, એલ.સી.બી., એસ.ઓ.જી. તથા પોલીસ સ્ટેશનના અધિકારીઓ,કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.