સરસ્વતી પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુનાનો નાસતો ફરતો આરોપી એલસીબી ટીમે ઝડપી લીધો..

પાટણ તા.19
સરસ્વતી પો.સ્ટે.ના લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલ.સી.બી.પાટણ ટીમે ઝડપી સરસ્વતી પોલીસ ને સોપતા વધુ તપાસ સરસ્વતી પોલીસે હાથ ધરી છે.


પાટણ જીલ્લામાં બનતા મીલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સારૂ જિલ્લા પોલીસ વડાની સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એન.પંડ્યા ટીમના માણસો સરસ્વતી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી હકીકત મળેલ કે,સરસ્વતી પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુનાનો નાસતા-ફરતા આરોપી સોલંકી વિષ્ણુજી ઉર્ફે બળવંતસિંહ સેધુભા રાશીજી ઉ.વ.૩૯ રહે કંબોઇ તા-કાંકરેજ જી.બી.કે.વાળો હાલ વાયડ બસ સ્ટેન્ડ નજીક હાજર છે જે હકીકત આધારે એલસીબી ટીમે ધટના સ્થળે પહોંચી આરોપીની પકડી આગળની કાર્યવાહી સારૂ સરસ્વતી પો.સ્ટે ને સોંપતા વધુ તપાસ સરસ્વતી પોલીસે હાથ ધરી છે.