ચાણસ્મા ખાતે શ્રી ગોગા મહારાજ મંદિર પરિસરનો
23 મો ત્રિદિવસીય પાટોત્સવ પવૅ ઉજવાયો..

હવન યજ્ઞ, ધ્વજા રોહણ, અન્નકુટ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાયા..

પાટણ તા.19
ચાણસ્મા નગરના જૂના રબારીવાસમાં આવેલ 1200 વર્ષ પ્રાચીન ભગવાન શેષ નારાયણ ગોગા મહારાજના મંદિરનો 23 મો ત્રિ દિવસીય પાટોત્સવ ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.


આ ધાર્મિક પ્રસંગે ચાણસ્મા નગર સહિત સમગ્ર પંથકમાંથી ગોગા મહારાજના ભક્તો દર્શનાર્થે ઉંમટી પડ્યા હતા.
ચાણસ્માના ઐતિહાસિક ગોગા મહારાજના મંદિરના 23મા પાટોત્સવના પ્રથમ દિવસે મંગળવારે લઘુરુદ્ર, બીજા દિવસે બુધવારે પાઠાત્મક ચંડી અને ગુરુવારે અંતિમ દિવસે નવચંડી યજ્ઞ અને શિયાળુ પાકનો અન્નકૂટ મનોરથ કરાયો હતો. બપોરે 12-39 કલાકે મંદિરના શિખરે ધજારોહણ કરાયું હતું. આ સમયે બોલ મારા ગોગા જય જય ગોગાના જય કાર થી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.


આ પ્રસંગે ભુવાજી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈએ આશીર્વચન પાઠવ્યા હતા તો લાલભાઈ ગ્રુપના એચઆરચીફજીગરભાઈ ભુપેન્દ્રભાઈ શાસ્ત્રી, મજુર મહાજન સંઘના મંત્રી મધુભાઈ પરમાર સહિત કારોબારી સભ્યો અને પંથકના ભુવાજીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક પ્રસંગનું ગોગા મહારાજ પરિવારના પરેશભાઈ દેસાઈ, આશિષભાઈ દેસાઈ, મુકેશકુમાર પિત્રોડા અને પૂજારી હસમુખપુરી ગોસ્વામી સહિતે સુંદર આયોજન કર્યું હતું.