પાટણ યુનિવર્સિટી રંગભવન કેમ્પસ ખાતે રોજગારી ભરતી મેળો યોજાયો..

૪૦૦ ઉપરાંત રોજગાર વાચ્છુ ઉમેદવારો એ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

પાટણ તા.19
પાટણ યુનિવર્સિટીના રંગભવન કેમ્પસ ખાતે સરકારના શ્રમ-કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત પાટણ જીલ્લા રોજગાર વિનિમય કચેરી અને યુનિવર્સિટી રોજગાર માહિતી માર્ગદર્શન કેન્દ્રના સંયુકત ઉપક્રમે ગુરૂવારે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબીર યોજાઇ હતી.


આ પ્રસંગે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિએ ઉપસ્થિત રહી રોજગાર ભરતી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
આ રોજગાર ભરતી મેળામાં યુનિવર્સિટીના રંગભવન કેમ્પસ ખાતે ૧૩ જેટલી નોકરીદાતાઓની કંપનીઓના અલગ અલગ સ્ટોલો કાર્યરત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ૪૦૦ થી વધુ શિક્ષિક બેરોજગારોએ નોકરી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ૧૩ જેટલા નોકરીદાતા ઓમાં અલગ અલગ કેટેગરીમાં ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા નોકરી વાંચ્છુક ઉમેદવારો ને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. જેમાં ધો.૧૦-૧૨ અને ગ્રેજ્યુએટ કક્ષાના અભ્યાસક્રમ પૂર્ણ કરેલા શિક્ષિક બેરોજગારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.


આ રોજગાર ભરતી મેળામાં ૧૩ નોકરી દાતાઓ દ્વારા ટ્રેઇની ઓપરેટર, વેલ્ડર, હેલ્પર, સેલ્સ માર્કેટીંગ મેનેજર,સેલ્સ એકઝીકયુટીવ ઇન્સ્યુરન્સ એડવાઇઝર, રીલેશનશીપ ઓફીસર સહિતની વિવિધ વેકન્સીઓમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોના જરુરી દસ્તાવેજોની ચકાસણી કરી તેઓની સ્થળ પર જ પસંદગી કરવામાં આવી હતી.આ રોજગાર ભરતી વાંચ્છુક મેળામાં જીલ્લા રોજગાર વિનિમય કેન્દ્રના અધિકારીઓ તેમજ યુનિવર્સિટી રોજગાર માહિતી કેન્દ્રના અધિકારી
ઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.