
પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર વિમશૅ કરાયો..
પાટણ તા.19
પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ગુરૂવારે દિશા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ બેઠક પાટણ સાંસદ ભરતસિંહજી ડાભીનાં અધ્યક્ષસ્થાને આયોજીત કરવામાં આવી હતી જેમાં કેન્દ્ર અને રાજયસરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે સમીક્ષા કરી સાંસદ દ્વારા કામગીરીને લગતા મહત્વના સુચનો પણ કરવામાં આવ્યા હતા.બેઠકમાંડિસેમ્બર-2022ના અંત સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવી તે સમીક્ષા કરવામાં આવી હતી. જે-તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને સાંસદ સમક્ષ કામગીરીની માહિતી રજૂ કરવામાં આવી હતી.

બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના ઓ જેમ કે, મહાત્માગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરીયોજના(મનરેગા), પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ,તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.જિલ્લા સેવા સદન ખાતે સાંસદ ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં મળેલી દિશા બેઠકમાં જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી બેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, પાટણ મતવિસ્તારના ધારાસભ્ય ડૉ.કિરીટભાઈ પટેલ, રાધનપુર મતવિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના ડાયરેક્ટર આર.કે.મકવાણા, તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.