પાટણમાં પૂર્વ સૈનિકો/સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન યોજાશે

કેન્દ્ર અને રાજ્યસરકારની વિવિધ સહાય યોજનાથી માહિતગાર કરાશે

પૂર્વ સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મ પત્નિઓ તથા તેઓના આશ્રિતોને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આપવામાં આવશે

પાટણ જિલ્લા માં વસવાટ કરતા પૂર્વ સૈનિકો / શહીદ-દિવંગત સૈનિકો ના ધર્મ પત્ની ઓ અને તેઓ ના આશ્રીતો નું સંમેલન તા.22.01.2023 રવિવાર ના રોજ સવારે 09.00 કલાકે ન્યુ કોન્ફરન્સ હોલ , જિલ્લા સેવા સદન પાટણ ખાતે યોજાવા જઇ રહ્યું છે.

જિલ્લા કલેક્ટર સુપ્રિતસીઁઘ ગુલાટી ના અધ્યક્ષ સ્થાને આયોજીત આ સંમેલન માં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સૈનિક બોર્ડ , ગુજરાત રાજ્ય તરફ થી પૂર્વ સૈનિકો / શહીદ-દિવંગત સૈનિકો ના ધર્મ પત્નિઓ તથા તેઓના આશ્રિતોને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આપવામાં આવશે.

પાટણ જિલ્લામાં વસવાટ કરતા દરેક પૂર્વ સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેઓના આશ્રિતોને આ સંમેલનમાં હાજરી આપવા જિલ્લાના સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ,મહેસાણા તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સંમેલનમાં સામેલ થયેલા પૂર્વ સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મ-પત્નિઓને બસ/ટ્રેનની ટીકીટ તથા એસ.બી.આઈ. બેન્ક એકાઉન્ટ પાસબુકના પ્રથમ પેજની નકલ આપવાથી બસ/ટ્રેનનું ભાડું કોર બેન્કીંગથી ચુકવવામાં આવશે. સંમેલનમાં હાજર રહેવા માટેની જાણકારી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, મહેસાણાના ફોન નં.02762-220235 પર આપવાની રહેશે, જેથી યોગ્ય વ્યવસ્થા થઈ શકે.