અમર પ્રેમ : ગુજરાતનો ચોંકાવનારો કિસ્સો, પ્રેમી પંખીડાના આપઘાત ના એક વર્ષ બાદ, બન્ને ની પ્રતિમા ના લગ્ન કરાવ્યા

ઉલ્લેખનીય છે કે,બંનેએ એક સાથે ઝાડ સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.આ બનાવના પડઘા સમગ્ર પંથકમાં ઘેરા પડઘા પડ્યા હતા.

કહેવાય છે ને પ્રેમ અમર હોય છે,આવો જ એક કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે. એક વર્ષ પહેલા પ્રેમી પંખીડાનો તેના પરિવારજનો દ્વારા સ્વીકાર કરવામાં ન આવતા આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.જોકે આ ઘટનાના એક વર્ષ બાદ ફરી બંને ચર્ચાનો વિશે બન્યા હતા. આ સમગ્ર કારણ ચોંકાવનારું છે.આ અહેવાલમાં અમે તમને જણાવીશું

આ બંને પ્રેમી પંખીડાઓ એક બીજા સાથે સમગ્ર જીવન સાથે જીવવા માંગતા હતા.જોકે પરિવારજનોએ સ્વીકાર ન કરવાને કારણે આપઘાત કરવાનો વારો આવ્યો હતો.આ ઘટના નિઝરના નેવાળા ગામની છે.જ્યાં બંને એક રાત્રીના સમયે ઝાડની ડાળ સાથે દોરડું બાંધી આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાના એક વર્ષ તેના પરિવારજનો એ આ બનાવના કારણે આઘાતમાં સરી પડ્યા હતા.તાપીના અંતરિયાળ ગામના પ્રેમી પંખીડા ગણેશ અને રંજન માટે પરિવારજનોએ એક પ્રતિમા તૈયાર કરી હતી.અને બંનેના 14 મી જાન્યુઆરીના રોજ આદિવાસી રીતિ રિવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા.આ ઉપરાંત આ લગ્ન કરાવી બંનેની આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી. અંહી તેમના ગામના તેમજ આસપાસના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ વિધિ પ્રસંગમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે,બંનેએ એક સાથે ઝાડ સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.આ બનાવના પડઘા સમગ્ર પંથકમાં ઘેરા પડઘા પડ્યા હતા.