પાટણ ના ધારપુર ખાતે છેલ્લા છ વર્ષથી ચાલતું બાપા સીતારામ સદાવ્રત જરૂરિયાતમંદો માટે આશીર્વાદ રૂપ બન્યુ..

કોરોના ના કપરા સમયમાં પણ બાપા સીતારામ સદાવ્રત ની સેવાકીય પ્રવૃતિનો અનેક લોકો એ લાભ લીધો…

પાંચ મિત્રો દ્વારા શરૂ કરાયેલ સદાવ્રતની સેવા ને રાજકીય,સામાજિક આગેવાનો સહિત ધારપુર ના તબીબી સ્ટાફે પણ સરાહનીય લેખાવી.

પાટણ તા.20
પાટણ ની પવિત્ર ધમૉરણ્ય ભૂમિ ઉપર અનેક સેવાકીય પ્રવૃતિ કરતી ધાર્મિક સંસ્થાઓ,
સેવાભાવી સંગઠનો,સેવાભાવી વ્યક્તિઓ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ સમીપ આવેલ ધારપુર મેડિકલ હોસ્પિટલ સામે ના કોમ્પલેક્ષ મા સેવાભાવી પાંચ મિત્રો દ્વારા ટુકડો ત્યાં હરી મારો ઢુકડો અને સેવા પરમો ધમૅના મંત્ર ને સાચા અથૅ મા ચરિતાર્થ કરવાની ભાવના સાથે પવિત્ર અને નિ:સ્વાથૅ પણે બાપા બજરંગદાસ ના આશિર્વાદ થી છેલ્લા છ વર્ષથી નિ:શુલ્ક બાપા સીતારામ સદાવ્રત કાર્યરત કરવામાં આવ્યું છે.

આ સદાવ્રત નો જરૂરિયાતમંદ લોકો સહિત ધારપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ તેમજ તેમના સગા- સંબંધીઓ લાભ લઈને પોતાની જઠરાગ્ની તૃપ્ત કરી રહ્યા છે.ધારપુર સ્થિત છેલ્લા છ વર્ષથી કાર્યરત બાપા સીતારામ સદાવ્રત ના પાંચ સેવાભાવી સંચાલકો પૈકીના હરિભાઈ પટેલ, ત્રિભોવનભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, કનુભાઈ પટેલ અને જેઠાભાઇ પટેલ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર પોતાની આ સેવા પ્રવૃત્તિને સદંતર આગળ વધારી રહ્યા છે. કોરોનાના કપરા સમયમાં પણ બાપા સીતારામ સદાવ્રત ના માધ્યમથી કોરોના દર્દીઓ સહિત તેમના સગા-સંબંધીઓ અને સ્નેહીજનો ની સાથે સાથે અનેક જરૂરિયાતમંદ લોકોને બે ટાઈમ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ભોજન જમાડીને સાચા અર્થમાં સેવાની ભાવનાને ચરિતાર્થ કરી છે.

બાપા સીતારામ સદાવ્રતની સેવાને અનેક રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત ધારપુર હોસ્પિટલના તબીબો સહિતના સ્ટાફ ગણે રૂબરૂ મુલાકાત લઇ સદાવ્રતમાં તૈયાર થતા ભોજનને આરોગી પાંચ મિત્રો ની નિસ્વાર્થ સેવા ને સરાહની લેખાવી છે.પાટણ તાલુકાના ધારપુર ખાતે પાંચ સેવાભાવી મિત્રોના સહકારથી છેલ્લા છ વર્ષથી કાર્યરત બાપા સીતારામ સદાવ્રત ને રવિવારે છ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ રબારી , પાટણ પાલીકા ના કારોબારી ચેરમેન અરવિંદ ભાઈ પટેલ, પૂવૅ પાલીકા પ્રમુખ હેમંત તન્ના, વિજયભાઈ પટેલ, શાંતિભાઈ સ્વામી, જીતુભાઈ પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનોએ મુલાકાત લઈને પાંચ મિત્રો ની સેવા પરમો ધર્મ ની યુક્તિને સાર્થક કરવાની ભાવનાને બીરદાવી શુભેચ્છાઓ વ્યકત કરી હતી.બાપા સીતારામ સદાવ્રતની આ પ્રવૃત્તિ કરી રહેલા ધારપુર ગામના હરીભાઈ પટેલ,જેઠાભાઇ પટેલ, ત્રિભોવનભાઈ પટેલ, રમેશભાઈ પટેલ તેમજ કનુભાઈ પટેલે આ સેવા પ્રવૃત્તિને કુદરતનાઆશીર્વાદ લેખાવી આ નિસ્વાથૅ સદાવ્રતની સેવાનો લાભ લેવા જરૂરિયાત મંદ લોકોને જણાવ્યું હતું.