પાટણના જુના સર્કિટ હાઉસના પ્રવેશ દ્વાર પાછળ ખડકાયેલ કચરાના ઢગને દૂર કરવા માંગ ઉઠી.

રાજમહેલ રોડ થી યુનિવર્સિટી તરફના માગૅ પર ચાલતી બ્રિજ ની કામગીરીને લઈને સર્જાતી ટ્રાફિક સમસ્યા..

પાટણ તા.20
પાટણ રેલવે ફાટકથી યુનિવર્સિટી માર્ગ પર છેલ્લા ઘણા સમયથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે.જેના કારણે અવાર નવાર આ માગૅ પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સજૉતા હોય છે ત્યારે આ માર્ગ પર આવેલ જુના વિશ્રામ ગૃહના મેઈન પ્રવેશ દ્વાર ની પાછળ અસહ્ય કચરા નો મોટો ઢગ છેલ્લા ધણા સમયથી પડયો હોય જેના કારણે આ મુખ્ય પ્રવેશ દ્વાર સંપૂર્ણ પણે નહી ખુલતાં અડધો દરવાજો રોડની તરફ બહાર રહેતો હોય જેના કારણે આ માગૅ પરથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓમાં રાત્રીના સમયે અકસ્માતની ભિતી સેવાઈ રહી છે.
ત્યારે આ કચરાના ઢગલા ને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દુર કરી સકિટ હાઉસનો પ્રવેશ દ્વાર સંપૂર્ણ પણે ખુલે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા લોકોની માંગ ઉઠવા પામી છે.