રાધનપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયર મા દોરા ના ગુંચળામાં ફસાયેલા કબૂતરને ટીઆરબી ના જવાને મુક્ત કર્યું..

ટીઆરબી જવાનની અબોલ જીવ પ્રત્યે ની નિ: સ્વાથૅ સેવાને સૌએ સરાહનીય લેખાવી..

પાટણ તા.20
ઉતરાણ પર્વ નિમિત્તે ધારદાર દોરીઓ થી અબોલ પશુ પક્ષીઓને બચાવવા અનેક જીવ દયા સંસ્થાઓ દ્વારા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જેના કારણે અનેક અબોલ પશુ પક્ષીઓને નવજીવન પ્રાપ્ત થયા છે. ત્યારે ઉતરાયણ ના પર્વ બાદ જ્યાં ત્યાં પડેલા દોરીના ગૂંચળાઓમાં અમુલ પક્ષીઓ ફસાવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર ખાતે ઓવરબ્રિજ નજીકના ઇલેક્ટ્રીક વાયરમાં ફસાયેલા દોરીના ગૂંચળામાં કબૂતર ફસાતા તરફડીયા મારતું હતું. ત્યારે આ ફસાયેલા કબૂતર ઉપર હાઇવે પર ફરજ બજાવતા ભુરાભાઈ નામના ટી આર બી ના જવાન નું ધ્યાન જતા તેઓએ તાત્કાલિક બ્રિજ પર પોતાના જીવના જોખમે ચડી ઈલેક્ટ્રીક વાયર ના દોરામા ફસાયેલ કબૂતરને મહામુસીબતે મુક્ત કરી જીવદયા ની ભાવનાને ઉજાગર કરતા ટીઆરબી જવાનની આ અબોલ જીવ પ્રત્યેની નિસ્વાર્થ સેવાને સૌએ સરાહનીય લેખાવી હતી.